મારા જેવી વ્યક્તિએ જેણે રતિલાલ સાહેબને ક્યારેય સમક્ષ જોયા નથી તેને પણ તેઓ પોતાના માણસ લાગે એવા ગુજરાતી ભાષાના આ વીરલાની વિદાયના સમાચાર સ્વજન ગુમાવ્યા સમાન છે. તેમના માટે પ્રભુ પાસે કોઈ પ્રાર્થના કરવાની જરૂર લાગતી નથી, કારણ કે પ્રભુએ જ તેમને મોક્ષ આપીને પોતાની પાસે બોલાવી લીધા છે. પ્રભુ રતિલાલ સાહેબની ખોટ સહન કરવાની આપણને સૌને શક્તિ આપે એવી પ્રાર્થના….
Shabdo ochha pade chhe aapna kary ne birdavaa mate
ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
રોજ ઓફિસમાં આવીને પહેલું કામ ગુજરાતીલેકસીકોન વેબસાઇટ શરું કરું છું.આભાર તો બહુ નાનો શબ્દ થઈ જાય. એટલું મોટું કામ કર્યુ છે રતિકાકાએ…
આજે વેબસાઇટ શરૂ કરીને એમનો ફોટો જોયો પહેલા તો ધ્રાસકો પડ્યો કે વેબસાઇટને શું થયું. પછી એનાથી પણ મોટો ધ્રાસકો પડ્યો કે હવે શું થશે આ પરંપરાનું…
પેપરમાં કામ કરું છું તેથી હાલ આટલું લખીને મારા કામ ફરીથી શરું કરું છું.
ગુજરાતી ભાષા મરી રહી છે એવું કહ્યા વિના માતૃભાષાને ફરીથી યુવાની બક્ષનાર ‘ગુજરાતી લેક્સિકોન’ જેવો નક્કર પ્રયાસ કરનારા રતિકાકાના આત્માને પ્રભુ શાંતિ અર્પે.
Bhagvan emna atma ne shanti ape.
ખુબ જ દુ:ખની વાત છે. રતિકાકાના દેવલોક થયાના સમાચાર જાણી અત્યંત દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. “પરમાત્માને પણ કદાચ શબ્દકોષ ખુટ્યો હશે માટે રતિકાકાને તેમની પાસે બોલાવી લીધા લાગે છે.” પરમકૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપે તેમજ એમના પરિવાર ઉપર આવી પડેલ આઘાતને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પ્રાર્થના.. ગુજરાતીલેક્સિકોન હંમેશા તેમનું સંભારણું બની લોકો વચ્ચે જીવીત રહેશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.