શ્રદ્ધાંજલિ

I don’t know him. But if a person who did good job in life, we have to appreciate him. God bless him…

Hardik Shah

Shree Ratilal Chandaria hamesa aapni vachche gujaratilexicon dwara jivant rehase ….parmatma e aatma ne shanti sachi aapjo…..parmatma e aatma………om shanti..shanti…shanti…….

Kanaiya Patel

શ્રી રતિલાલભાઇએ ગુજરાતી ભાષાની જે સેવા કરી છે તેની સામે નતમસ્તક થયા વિના હું તો શું કોઇ પણ ગુજરાતી બંધુ રહી શકે નહી. ગુજરાતી ભાષા જ્યારે કમ્પ્યુટર પર મરવા પડેલી ત્યારે ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્‌ગોમંડળની સંજીવની આપીને તેને નવું જીવતદાન આપનારા શ્રી રતિલાલ ભાઇ જ્યારે આ દુનિયામાં નથી રહ્યા એ વિચારથી દિલમાં અતિશય દુઃખ થાય છે. ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર આ સપૂતની ખોટ કોઈ કાળે પણ પૂરી શકાય તેમ નથી. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તે જ પ્રાર્થના.

વિશાલ મોણપરા

“મિત્રો,
મહા ગુજરાતી માનનીય મુરબ્બી રતિભાઈ સાહેબ બે ગુજરાતી ઉક્તિઓ પુરવાર કરી ગયા
1. જન્મવા કે આથમવા દશેરા જેવું કોઈ મુરત નથી, 2. જવું છે એક દિ તો – આજ ચાલ્યો જાઉં છું મિત્રો, હું મેહફીલ નથી આવ્યો – ટકી રહેવાના આશય થી, – હરીન્દ્ર દવે ,
આપણે ગમે તેટલી પ્રાર્થના કરીએ , એમનો અને ગાંધીજીનો આત્મા – ગુજરાતી ભાષાના કલ્યાણ માટે સદૈવ તરફડીયા મારવાનો , ઈર્શાદ ,
– અશ્વિન દેસાઈ , મેલબર્ન , ઓસ્ટ્રેલીયા ,”

Ashvin Desai

“શ્રીમાન (સ્વ.) રતિલાલ ચંદરયાની વસમી વિદાયના સમાચાર ખરેખર દુ:ખજનક છે અને તેમાં ઈશ્વર (કુદરત)ની મરજી શામેલ છે.
ગુજરાતીલેક્સિકોનના ઉપયોગ કરનારા લાખો ગુજરાતીઓ (જેમાં હું પણ શામેલ છું) ને આ ખોટ સહેવી જ રહી, કેમ કે આ કુદરતનો કાયદો છે.
ખરેખર શ્રીમાન (સ્વ.) રતીલાલ ચંદરીયા ની સ્મ્રુતિ સદા આવતી રહેશે. તેમના આત્માની શાંતિ માટેની શુભેચ્છા સહિત.”

Qasim Abbas

“આજે શ્રી રતિભાઈ આપણી વચ્ચે નથી પણ તેમણે જે ભેખ લઈ સૌને ‘લેક્સિકોન’ની ભેટ આપી તે બદલ સમગ્ર ગુજરાતીઓ તથા ગુજરાતી ભાષા પણ હંમેશ માટે તેમના ઋણી રહેશે. આ વિશ્વમાં જે કોઈ પણ અવતરે છે તેણે ઈશ્વર નિર્ધારિત સમયે વિદાય લેવી પડે છે. પરંતુ શ્રી રતીભાઈ તો એવું જીવી ગયા કે અવસાન પામીને પણ ગુજરાતી ભાષા માટે સદાય માટે જીવી ગયા. સહહૃદયે પ્રાર્થના કે પરમ કૃપાળુ  પરમાત્મા તેમના આત્માને પરમ શાંતિ આપે.
નમ્ર ભાવે,
યોગેશ કાણકીયા”

Yogesh Kanakia

“આજે સવારે ઈ-મેલ પેટી ખોલતાં જ સુરતથી શ્રી ઉત્તમભાઈ ગજ્જરના ઈ-મેલથી એક દુખદ સમાચાર જાણ્યા કે ગુજરાતીલેક્સિકોનના જનક સમા પ્રેરણામુર્તી રતીલાલભાઈ ચંદેરીયાએ
દશેરાના દિવસે ૧૩મી ઓક્ટોબરના રોજ આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી છે .
એમનો જન્મ પણ દશેરાના દિવસે તારીખ ૧ લી ઓક્ટોબર,૧૯૨૨ ના રોજ થયો હતો .
વિશ્વભરમાંથી આજદિન સુધી બે કરોડ કરતા વધારે લોકોએ ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ નો લાભ ઉઠાવ્યો છે , રતીકાકાની આ કેટલી મોટી સેવા કહેવાય !
સદેહે ભલે તેઓ આજે હાજર નથી પરંતુ જ્યાં સુધી ગુજ. લેક્સિકોન જીવીત હશે ત્યાં સુધી
પ્રેરણામુર્તી સ્વ. રતીલાલભાઈના કાર્યો અને એમની યાદ ભાષા પ્રેમીઓના મનમાં હંમેશાં જીવંત રહેશે. સ્વ. રતીલાલ ચંદરયા(રતીકાકા)ના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
ગુજરાતી ભાષા માટેની એક જીવંત ચળવળ સમા સ્વ. રતીલાલ ચંદરયાને વિનોદ વિહારની હાર્દિક શ્રધાંજલી”

Vinod Patel

“ગુજરાતીઓ માટે લીલી વાડી મૂકી જનાર મુ. રતિકાકાની ખોટ લેક્સિકોન જ પૂરશે. હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.”

Kalpana Desai

હું તો જ્યારે પણ “ગુજરાતી”માં લખું ત્યારે સમજોને કે “ગુજરાતીલેક્સિકોન”નો ઉપયોગ કરવોજ પડે, તેવી જરૂરિયાત શ્રી રતિકાકાએ ઉભી કરી છે. તેમની “ગુજરાતી”ઓ માટેની સેવા તો કદી ભુલાવાની નથી….શ્રી રતિભાઈને કમ્પ્યુટર માટેની જોડણીકોષના “જનક” કહેવા પડે તેવું મહાન કાર્ય તેમણે કરેલું છે. પૂ. રતિકાકાના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થનામાં બધા ગુજરાતીઓ સાથે હું પણ સામિલ થાઉં છું. એમની ખોટ પૂરાય એવી નથી. …મૂક સ્મરણાંજલી અને શિવમાં ભળેલ જીવની શાંતિ માટે પરમ પ્રાર્થના…

Mdgandhi

“મુરબ્બી રતિકાકા સાચે જ ગુર્જરી ભાષાના આધુનિક રૂપના ઘડવૈયાના પ્રણેતા હતા…આ દુખદ સમાચારથી આઘાત અનુભવી શ્રધ્ધાંજલિ દેતાં, સૌનું હૈયું ભરાઈ જાય છે. કેવા દીર્ઘદૃષ્ટા…ગુજરાતી ભાષાને એક મજબૂત પાયો દઈ, ભવિષ્યની શ્રેષ્ઠ ઈમારતનો નકશો કંડારી દીધો.
રમેશ પટેલ(આકાશદીપ)”

Ramesh Patel

More From Special

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects