RIP Ratilal Chanderia! ગુજરાતી ભાષાના ઋષિપુરુષ રતિકાકાની ચિરવિદાયના સમાચાર હમણાં જ જાણ્યા અને પહેલો વિચાર એ આવ્યો કે ગુજરાતી લૅક્સિકન દ્વારા ટેકનોલોજીની રીતે ‘મા ગુર્જરી’ પાછળ ના રહી જાય તે માટે તેમણે કરેલા વરસોના તેમના પરિશ્રમનું ઋણ ગુજરાતીઓ કેવી રીતે ઉતારી શકશે? એક જ સ્થળે તમને આખો ‘ભગવદગોમંડલ’નો ઍન્સાયક્લોપિડિયા મળે, સાર્થ જોડણીકોશ પણ મળે અને લોકકોશ સહિતના ૪૫ લાખ ગુજરાતી શબ્દો ક્લિક કરતાં મળે… કહેવતો હોય કે થિસોરસ… બધું આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવ્યું રતિકાકાએ…. ગુજરાતી લૅક્સિકનની ઍપ પણ વિકસાવી…. જાપાનીઝથી ગુજરાતી અને ચાઇનીઝથી ગુજરાતી ડિક્શનેરીની પણ ઍપ આપી…. હજી હમણાં ઑક્ટોબરમાં જ તેમના જન્મદિને વળી ‘જંબલ-ફંબલ’ નામની કહેવતોની રમતની ઍપ પણ ‘લૅક્સિકન’ દ્વારા મૂકાઇ…. કોઇપણ ભારતીય ભાષામાં આવું જંગી કામ હજી સુધી નથી થયું… આ કોઇ નાનીસુની સિદ્ધી નથી… મંદિરોમાં સુવર્ણ કળશ ચઢાવતા ગુજરાતીઓ આ પરંપરામાં પણ કાર્યને આગળ વધારે અને આજની ટૅકનો સેવી જનરેશનને ગુજરાતી ભાષાની વધુને વધુ નજીક લાવે એ સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. We will miss you and your uninterrupted en-devour, Ratikaka! — feeling sad.
શારીરિક રૂપે તેઓ ભલે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી પણ ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે તેઓ હંમેશા ભાષા પ્રેમીઓના મનમાં જીવંત રહેશે. prabhu temna atma ne shanti ape ane teo hamesha GujaratiLexicon swarupe amar rahe evi prabhu pase prarthana. astu!
ગુજરાતી ભાષા જીવશે કે નહીં એવી ચિંતા કરનારાઓને બાજુએ મૂકીને જેમણે, ભારતની બીજી કોઈ પણ ભાષામાં જોવા ન મળે એવી સમૃદ્ધિ સાથે, ગુજરાતી ભાષાને ડિજિટલ યુગ સાથે તાલ મિલાવતી કરી અને ખરા અર્થમાં અમર બનાવી એ દૂરંદેશી, ભાષાપ્રેમી વ્યક્તિત્વને સાદર શ્રદ્ધાંજલિ અને ગુજરાતી પ્રજા દાદાના ઋણને ક્યારેય ભૂલે નહીં એવી પ્રાર્થના.
“Shri Ratilal chandaria is only physically not in between us but as gujaratilexicon he is with us for ever endless time.
This web site is his “”karm skhetra”” & he will always rememberies as “”karma Yogi””. Mane sampurna vishvas che ke,Prabhu temani aatma ne parma saanti aapse.
“
આજે ગુજરાતીલેક્સિકોન એક અતિ દુખદ પરિસ્થિતિની ક્ષણોનું સાક્ષી બન્યું છે. આજે ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અને હંમેશા બધાને પ્રેરણા પૂરી પાડનાર શ્રી રતિલાલ ચંદરયા આપણા સૌની વચ્ચે હયાત નથી. ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
Bhagvan temni atma ne shanti appe aeh prarthna.
“Jai Jinendra,
Our sincere condolences to every member of his family. Hope his soul will find peace and eternal happiness through his journeys of life and death. We are very greatful to gujaratilexicon.com for providing wonderful service.
“
“જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા….
“
હંમેશા બધાને પ્રેરણા પૂરી પાડનાર શ્રી રતિલાલ ચંદરયા હંમેશા ભાષા પ્રેમીઓના મનમાં જીવંત રહેશે… Jay Jay Garvi GUJARAT…. Jay Jay Garvi Ratilal
Bhagvan Ratikaka ne shanti ane moksh ape.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.