Proverb | Meaning |
પૈસો ગયો પાછો આવે પણ નોખ કે પત ગઈ પાછી ન આવે | ધન ગયેલું પાછું મળે પણ આબરૂ ગઈ કે વિશ્વાસ ગુમાવ્યો તે પરત ન આવે. |
પૈસો જાય તેના પ્રાણ જાય | પૈસો જાય ત્યારે પૈસાવાળાનો જીવ ગયા જેમ લાગે. |
પૈસો જીરવવો કાંઈ સહેલું કામ નથી | પૈસો જીરવવો અઘરું કામ છે. |
પૈસો ટકો લેવો, ને મને શેઠ પટેલ કહેવો | પૈસા લેવા હોય તો લો હું આપીશ પણ મને શેઠ કહી મારાં વખાણ કરો. |
પૈસો દેખી મુનિવર ચળે | પૈસો મુનિને પણ મોહ પમાડે. |
પૈસો પગ કરીને જાય છે | પૈસો સદાકાળ ટકતો નથી. |
પૈસો પૈસોને વધારે | પૈસો પૈસાને ખેંચે. |
પૈસો બચાવ્યો તે પૈસો રળ્યા બરાબર છે | બચત કરવી તે કમાણી કર્યા બરાબર છે. |
પૈસો મારો પરમેશ્વર, ને બૈરી મારી ગુરુ, છૈયાં છોકરાં શાલિગ્રામ, તો કોની સેવા કરું? | પૈસો, પત્ની, સંતતિ ત્રણે પ્રશંસનીય મળેલ છે તો કોને રાખું ને કોને છોડું? |
પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, સાધુ સંત તો છૈયાં છોકરાં, સેવા કોની કરું? | પૈસો, પત્ની, સંત અને સંતતિ એ ચારમાંની કોની સેવા કરું? |
પૈસો વધતો જાય તેમ લોભ વધતો જાય | પૈસો આવે તેમ લોભને પણ સાથે લાવે. |
પૈસો વધે તેમ લોભ વધે | પૈસો વધતો જાય એમ લોભીપણું પણ વધતું જાય. |
પૈસો વેર કરાવે | પૈસાની લેવડદેવડ અંતે તો વેર કરાવીને જ રહે. |
પૈસો સૌને વહાલો છે | પૈસો સૌને પ્રિય છે. |
પૈસો હોય તેનાં છોકરાં ઘૂઘરે રમે | પૈસાદારનાં છોકરાં સોનાના ઘૂઘરે રમે. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં