Proverb | Meaning |
પૈસાદારનાં છોકરાં ઘૂઘરે રમે | ધનવાનનાં છોકરાંનાં રમકડાં પણ સોનાનાં. |
પૈસાદારની છાશ પોટલે વેચાય | પૈસાદારની નાની વસ્તુ પણ મોંઘા મૂલની. |
પૈસાદારની માંદગી ને ગરીબનું છિનાળું | બંને તરત બહાર આવે છે. |
પૈસાદારને શરમ નહિ, ને ગરીબને અક્કલ નહિ | પૈસો હોય તે બેશરમ બનીને પણ વર્તી શકે જ્યારે ગરીબ હોય તે ગમે તેવો શાણો હોય તોયે ગમારમાં જ ખપે. |
પૈસાના કાંઈ વેશ આવતા નથી | પૈસાના વેશ નથી મળતા. |
પૈસાના ગુલામ સૌ | પૈસો સૌને ગુલામ બનાવે. |
પૈસાના ચાળા | શ્રીમંતાઈનાં નખરાં. |
પૈસાના સૌ સાથી છે | પૈસાનો સાથ સૌ શોધે છે. |
પૈસાનાં કંઈ ઝાડ નથી ઊગતાં | પૈસો ઝાડ ઉપર નથી પેદા થતો. |
પૈસાની ધૂળ કરવી | પૈસાને બરબાદ કરવો. |
પૈસાની વહેલ, ને ઉલાળી મેલ | પૈસાની ગાડી અંતે બહાર ફેંકી દેતી હોય છે. |
પૈસાની સોલવાલી તે ઊભરાઈ જાય, ને ચારવાલી હોય તો સમાસ થાય | પૈસાની સોળ વાળી કુલડી ભરાઈ જાય અને પૈસાની ચાર વાળી કુલડી આપણું કામ કરી આપે. |
પૈસાનું તૂપ, ને તૂપનો પૈસો | (તૂપ ઘી) પૈસાનું ઘી અને ઘીનો પૈસો. |
પૈસાનું પાંચશેર કોળું, ને નાનાંમોટાંનું ટોળું | સસ્તું એટલું સૌનું ધ્યાન ખેંચનારું. |
પૈસાને માન છે | વ્યક્તિને નહિ વ્યક્તિના પૈસાને લઈ જેતે વ્યક્તિ પૂજાય છે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.