Proverb | Meaning |
જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું | સંસારમાં સ્ત્રી, પૃથ્વી અને ધન એ ત્રણ કજિયાનાં મૂળ ગણાયાં છે. |
જર, જમીન, જોરુ જોરકી, જોર ચૂકા તો ઓરકી | પૈસો, જમીન ને સ્ત્રી બળિયાની ને બળ ચૂક્યા તો હાથથી ખોવાની અને બીજાની થવાની. |
જર, જમીનને જોરુ એ ત્રણેય કજિયાનાં છોરું | પૈસો, જમીન અને સ્ત્રી એ ત્રણ વઢવાડના કારણરૂપ છે. |
જર, જોરુ ને જમીન કોઈનાં થયાં નથી, ને થશે નહિ | આ ત્રણે કોઈનાં ન થાય. |
જર, જોરુ ને જમીન, એ ત્રણ ટંટાનાં મૂળ | જર, જમીન, જોરુ કજિયો કરાવે. |
જર, જોરુ ને જમીન, ત્રણે કજિયાનાં મૂળ | જર, જમીન, જોરુ કજિયો કરાવે. |
જર, જોરુ, જમીન, ને જુવારી, તે કરે જગની ખુવારી | (જુવારી જુગાર) આ ચાર પાયમાલી જ કરે. |
જરસે ઘોડા, જરસે હાથી, જરસે લાવલશ્કર, જે કોઈ સિપાહી લહુઆ બાંધે લોઢાનું બખ્તર બાંધે | સૌ પૈસાનાં દાસ. |
જરસે ઘોડા, જરસે હાથી, જરસે લાવલશ્કર, જે કોઈ સિપાહી લહુઆ બાંધે સબી જરકે નોકર | સૌ પૈસાનાં દાસ. |
જરસે હાથી, જરસે ઘોડા, જરસે લાવોલશ્કર હુએ, જે કોઈ હથિયાર બાંધે સિપાહી, ઓ બી જરકા ગુલામ હુએ | સૌ પૈસાનાં દાસ. |
જલ ગઈ જિંદગી, ને પડ ગયા દાંત, બૂઢી રે તું ચરખા કાંત! | ઘડપણ આવ્યું તો હવે રેંટિયો કાંત. |
જલ ત્યાં થલ ને થલ ત્યાં જલ | (થલ સ્થળ) ઊલટપાલટ થવું. પાણી ત્યાં જમીન ને જમીન ત્યાં પાણી. |
જલદી દોડે તે જલદી થાકે | બહુ કરે તે થોડા માટે. |
જળ તેવાં મચ્છ | જળ તેવાં માછલાં. |
જવાન સાસુ મરે નહિ ને વહુનો દહાડો વળે નહિ | સાસુ જીવંત હોય ત્યાં સુધી વહુને સ્વાતંત્ર્ય મળતું નથી. (૨) સાસુના સિતમ જલદી પૂરા ન થાય. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.