Proverb | Meaning |
જમ્યા ખરા પણ પચે ત્યારે આપણું | પારકું ખાધું પણ પચે ત્યારે ખરું. |
જર કરે દરિયામાં ઘર | પૈસો હોય તો બધું થાય. |
જર ખરચીને જોડા ખાવા | પૈસા ખર્ચી અપજશ લેવાનો. |
જર ગયો ને જેબ ગયો | જેની પાસે ધન નથી તે આબરૂભેર જીવી શકતો નથી. |
જર જમીન ને છોરું ત્રણે કજિયાનાં છોરું | પૈસો જમીન ને સ્ત્રી ત્રણે ઝઘડાના મૂળમાં રહેલાં હોય. |
જર જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું | પૈસો લક્ષ્મી ને સ્ત્રી એ ત્રણેય કજિયાનાં કારણ છે. |
જર થોડા ને સ્નેહ ઘણા, ને તું શું મારશે પારધી, અમે વણમાર્યાં મૂઆં | પૈસો હતો ત્યાં સુધી બધાં સ્નેહ વરસાવતાં ને હવે મર્યા બરાબર છીએ ત્યારે હે કાળ, તું અમને શું મારી શકીશ? |
જર દેખી મુનિવર ચળે | લક્ષ્મીથી મુનિ પણ લોભાય. |
જર દેખી મુનિવર ચળે, ત્રિયા પસારે હાથ, ચડ્યાં રણ ઊતરે, જો જાકી ગાંઠે હોયે ગરથ | (ત્રિયા સ્ત્રી, રણ ઋણ; દેવું, ગરથ ધન) પૈસો આવે તો મુનિ, પત્ની, લેણદાર બધાં દોડ્યાં આવે. |
જર બાજી તો ખુદા રાજી | પૈસાની બાજી જીત્યા તો બધાંની લાગણી મળે પ્રભુની પણ. |
જર બિસ્યાર તો મરદ હોશિયાર, જર ખોતા તો મરદ રોતા | (બિસ્યાર ખૂબ; અધિકતમ) પૈસા ખૂબ તો માણસ ખૂબ હોશિયાર, પૈસા ખુએ (ખૂટી જાય) તો માણસ મડદાલ. |
જર માલ જપના, ને પરાયા સો અપના | પૈસાનું હરણ કરવું ને પારકો માલ ઠગી લેવો. |
જર, ચાહે સો કર, બિન જર, ટક ટક મત કર | પૈસો બધું કરી શકે. બધી લીલા ધનની. |
જર, જમીન એ જોરું એ ત્રણેય કજિયાનાં છોરું | સંસારમાં સ્ત્રી, પૃથ્વી અને ધન એ ત્રણ કજિયાનાં મૂળ ગણાયાં છે. |
જર, જમીન ને છોરું, જોરું આ ત્રણે કજિયાનાં છોરું | જર, જમીન, જોરુ કજિયો કરાવે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.