Proverb | Meaning |
જમાઈ ગયો ભૂખ્યો, તો કોનો કૂલો દુખ્યો? | જમાઈ રિસાઈને ગયા તો ભલે ગયા. |
જમાઈ જમ અને જાચક ત્રણે એક સ્વભાવ, લિયા, લિલેગા ઓર લેને ઉપર ભાવ | જમાઈ જમ અને જાચક એમના સ્વાર્થમાં જ હોય. |
જમાઈ ને જમ બરાબર | જમાઈ ને જમ એમના સ્વાર્થમાં જ રચ્યાપચ્યા. |
જમાઈની જગા ખાસડાં આગળ | જમાઈને છેટા જ સ્થાને રાખવા. |
જમાઈનું નામ સાંભળી સાસુ મસાણમાંથી ઊભે થઈ છે | સાસુને જમાઈ પર ભાવ હોય છે. |
જમાઈને ત્યાં ઘોડું ને સાસુને હણહણાટ | જમાઈના સુખથી સાસુ મલકાય. |
જમાડનાર જમાડે તો જમનાર ક્યાં જાય? | જમવા સૌ આવે. |
જમાની તે જોડવાની | જામીન થઈએ તો ઘરના જોડવાના આવે. |
જમાનો આવ્યો પાપનો કે દીકરો નહીં બાપનો | કળિયુગમાં સગાઈસંબંધ પણ માણસ ભૂલી જાય છે. |
જમાનો આવ્યો પાપનો, ને દીકરો નહિ થાય બાપનો | કળિકાળ છે એટલે દીકરો પણ સગો નહિ થાય. |
જમાનો સૌને જેર કરે છે | વખત બધાંને વશ કરે છે. |
જમીન ને આસમાન એક થયું છે | એવી ઝંઝાવાત છે કે આભજમીન એક થયાં છે. |
જમીન પર પગ ન મૂકવો | ગર્વથી બહેકી જવું. |
જમીન પર પગ નહિ ઠરવો | એવું અભિમાન કે બીજા તરફ તુચ્છકાર ધરાવવો. |
જમીનમાં દાટે ત્યાંથી પણ બોલે | કોઈને બોલ્યા વિના ન છોડે એવું માણસ. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.