જમણો હાથ કરે તે ડાબો હાથ ન જાણે

Proverb Meaning
જમણો હાથ કરે તે ડાબો હાથ ન જાણે ખૂબ છાનું રાખી દાન કરવું.
જમણો હાથ મોં ભણી વળે પોતાનાંનું જ ભલું કરવાનું મન થાય.
જમના મોતે મૂઓ, તેને ટીકીટીકી શું જુઓ! મરવા લાયક હતો ને મૂઓ એને હવે ધ્યાનથી જોવાની શી જરૂર?
જમનાં તેડાં સાચાં પણ સરકારનાં તેડાં ખોટાં યમપુરીમાં જવું સારું પણ કચેરીએ જવું ભૂંડું.
જમને કાંઈ તેડું જોઈતું નથી મરણને બોલાવવું પડતું નથી.
જમને કાંઈ દયા હોતી નથી મૃત્યુના દેવ પોતાની ફરજ બજાવતાં દયામાયા જોતા નથી.
જમને તેડું નહિ, ને બાવળિયાને ખેડું નહિ મરણ વિના આમંત્રણે આવે અને બાવળ વગર બી વાવ્યે ઊગે.
જમને માળવો કંઈ દૂર નથી (માળવા જવું મારવાડ જેવા દૂરના સ્થળે જવું) જમને આવતાં વાર લાગતી નથી.
જમનો પરોણો ભેંસ માગે યમરાજને પાડાનું વાહન છે તેથી યમદૂત પાડો જણનાર ભેંસ માગે.
જમરૂખ બાઈ રે જમરૂપ બાઈ, ને તારે મારે શી સગાઈ? હે જામફળી, તારે મારે જામફળ ખાવાનો સંબંધ છે.
જમરૂખમેં ખજાલત પડી (ખજાલત શરમ; લજ્જા) જામફળીને લજ્જા આવી.
જમવા આવજો, ને હાંલ્લા ફૂટી ગયાં જમવા ટાણે જગલો ને કૂટવામાં ભગલો.
જમવાના વખતે જાની ને ટાંપા વખતે તરવાડી (ત્રિવેદી) એક જ વ્યક્તિની સાથે જુદા જુદા સમયે જુદું જુદું વર્તન કરવું તે.
જમવામાં જગલો ને કૂટવામાં ભગલો મહેનત કરનાર કરે ને મહેનતનું ફળ મેળવે બીજું જ કોઈ.
જમવામાં જગલો, ને કૂટવામાં ભગલો જમવામાં જીવો ને સ્મશાને જાય શિવો. સારા પ્રસંગે અમુક ને માઠા પ્રસંગે બીજું.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

,

જુલાઈ , 2024

બુધવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects