Proverb | Meaning |
જ્યાં રોજગાર, ત્યાં ઘરબાર | ધંધો મળે ત્યાં વસવાટ કરવો પડે. |
જ્યાં લગણ રળવાની શક્તિ, ત્યાં લગણ પરિવારની ભક્તિ | રળવાની શક્તિ હોય ત્યાં સુધી કુટુંબનાં સૌ ચાહે. |
જ્યાં લગી મળતર, ત્યાં લગી કળતર | (કળતર અંદાજ; ગણતરી) મળતર હોય ત્યાં સુધી અટકળ અને અંદાજ થયા જ કરે. |
જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આશ | છેલ્લા શ્વાસ સુધી આશા ન છૂટે. |
જ્યાં વરસે આર્દ્ર, ત્યાંના દહાડા પાધરા | આ આર્દ્રામાં વરસાદ થાય તો સારો પાક થાય. |
જ્યાં વાંધો ત્યાં સાંધો ન હોય | વાંધો પડ્યો ત્યાં સાંધો ન હોય; વાંધો ત્યાં સાંધો કે સંધિ મુશ્કેલ. |
જ્યાં વાગે દાંડું, ત્યાં જવા સાંડું | (સાંડું સાંઢની જેમ દોડી જાઉં) દાંડી પિટાય ત્યાં દોડી જાઉં. |
જ્યાં શાહ, ત્યાં બજાર | વાણિયા ત્યાં વેપાર. |
જ્યાં સંપ ત્યાં જંપ | જ્યાં સંપ હોય ત્યાં કલહ અને કંકાસને કોઈ સ્થાન હોતું નથી. |
જ્યાં સંપ નહિ, ત્યાં શોભા નહિ | સંપ ત્યાં અજંપો. |
જ્યાં સુધી નગારું, ત્યાં સુધી તગારું | દેહનું નગારું વાગે ત્યાં સુધી પેટ ભરવાની પ્રવૃત્તિ કર્યા કરવી પડે. |
જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ | મૃત્યુ લગી આશા ન છૂટે. |
જ્યાં હાથી તણાયા જાય, ત્યાં બકરી પાર પૂછે? | હાથી તણાયા જતા હોય એવી સ્થિતિ હોય ત્યાં બકરીને કિનારો ક્યાં છે તે કોણ પૂછે? હાથી ઘોડા તણાતા જાય ત્યાં ગધ્ધો પૂછે, ‘કેટલું પાણી છે?’ |
જ્યાં હાથી તણાયા જાય, ત્યાં બકરીને કોણ પાર પૂછે? | હાથી તણાયા જતા હોય એવી સ્થિતિ હોય ત્યાં બકરીને કિનારો ક્યાં છે તે કોણ પૂછે? હાથી ઘોડા તણાતા જાય ત્યાં ગધ્ધો પૂછે, ‘કેટલું પાણી છે?’ |
જ્યારે આવે પ્રેમની રોડી ત્યારે નહીં પ્રભાત કે ગોડી | (રોડી ઊલટ, પ્રભાત એ નામનો રાગ, ગોડી એ નામનો રાગ) ઊલટ આઈ દોડી તો ક્યા મલ્હાર ક્યા ગોડી? |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં