Proverb | Meaning |
જોષીનું પાટલે, ને વૈદનું ખાટલે | જોષી પાટલા પર ચાક કે ખડીથી લખીને અને વૈદ ખાટલા પર બેસી પેટી (બેગ) ખોલી પોતાનું કામ કરે છે એ એમ જ પૂરું થવાનું. |
જ્ઞાન સૌથી જાણો શ્રેષ્ઠ | (સૌથી શ્રેષ્ઠ) જ્ઞાન સૌમાં ઉત્તમ છે. |
જ્ઞાનરૂપી ગંગા | જ્ઞાન ગંગા જેવું છે તેથી તે પવિત્ર અને ફળદાયી છે. |
જ્ઞાની સે જ્ઞાની મિલે તો બાત બાત ઔર બાત ગધ્ધે સે ગધ્ધે મિલે તો લાત લાત ઔર લાત | જ્ઞાનીથી જ્ઞાની ને ગધ્ધાથી ગધ્ધાનું મળવું. |
જ્ઞાનીજીનો મેળો | સૂરતમાં ભરાતો એક મેળો. |
જ્ઞાનીને સૌથી મળે તો રસની લૂંટાલૂંટ જ્ઞાનીને અજ્ઞાની મળે તો ઊલટી માથાકૂટ | પંડિતોનો સમય કાવ્યગોષ્ઠિમાં વીતે છે. રસિક સાથે અરસિકનું મળવું માથાના દુખાવા જેવું છે. |
જ્ઞાનીસે જ્ઞાની મિલે તો કરે જ્ઞાનની બાત, ઓર ગધેસે ગધા મિલે તો મારે લાતા લાત | જ્ઞાની સાથે જ્ઞાની જ્ઞાનની વાત કરે અને ગધેડું ગધેડા સાથે લાતાલાત કરે. |
જ્ઞાનીસે જ્ઞાની મિલે, તો રસકી લૂંટાલૂંટ, જ્ઞાનીસે અજ્ઞાની મિલે તો ઊલટી માથાકૂટ | જ્ઞાની ને જ્ઞાની મળે તો રસની લૂંટાલૂંટ થાય ને અજ્ઞાની મળે તો વ્યર્થ ચર્ચા કરે. |
જ્યાં કૂતરાં બિલાડાંને સલાહ હોય ત્યાં ઘરધણી સુખે ન રહે | વેરીઓએ સંપ કરી લીધો હોય એ જગ્યાએ રહેવાનું દુખ. |
જ્યાં ખુદા ઘણું આપે, ત્યાં ઘણાંની આશા રાખે | પ્રભુએ આપ્યું હોય તો બીજાંને દાન દક્ષિણા પણ કરવાં. |
જ્યાં ખેસ ત્યાં બેસ | કીમતી પોશાકવાળાને બધે બેસણાં મળે. |
જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ | સ્વચ્છતાથી સ્વાસ્થ્ય સારું રહે. |
જ્યાં ગાળ ને લાત, ત્યાં સીધી વાત | ચમત્કાર વિના નમસ્કાર નહિ. જેવા સાથે તેવાં. |
જ્યાં ચાલે ત્યાં ચાર નહિ ઊગે | એવાં પાપી પગલાં કે એની નીચે ઘાસ પણ ન ઊગે. |
જ્યાં ચાવલના દાણા, ત્યાં બંદાકા જાના | ખાવા મળે ત્યાં જવું. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.