Proverb | Meaning |
જોબનિયું મારું ધોબી ભયું, ને ધોયા ચારોં દેશ, બિન સાબુ બિન પાણી, રામા ઊજળા થયા કેશ જોબન મારું જતું જાણતે તો મોંઘું કરતે મૂલ, ચાપુ ચાપુ બેચતે, જેમ માળી વેચે ફૂલ | (ચાપુ ચાપુ હાથ કે પગની આંગળીઓ વાળો ભાગ; ચાપવું) મારું યૌવન ધોબી થયું. અને મારાં બધાં અંગ વગર સાબુ ને વગર પાણીએ ધોઈ નાખ્યાં ને ધોળા વાળ (ઘડપણ) લાવી મૂક્યા. યૌવન આથમવાનું છે એ જો જાણતી હોત તો ચાપવેચાપવે (ટુકડેટુકડે) જુવાની વેચત જેમ માળી ફૂલ વેચે. |
જોર જાલિમનું, ને ઊજમ આલમનો | જાલિમનું જોર ને ઊલટ દુનિયાની. |
જોરાવરીના રામ રામ | સંપતવાળાને સૌ નમે. |
જોરાવરીની ફુઈ, ને કૂવે પડીને મૂઈ | બહુ જોરજુલમ કર્યું તે અંતે મરી. |
જોરાવરીની માણેક, ને હાથમાં ધરી સાનક | (માણેક રત્ન, સાનક શકોરું) જોરજુલમનો ઝગઝગાટ અંતે તો હાથમાં ચપ્પણિયું લેવાના દહાડામાં પરિણમે. |
જોરે જીત્યો, ને મારી ફિટ્યો | જોરજુલમ કરી જીત્યો પણ અંતે તો કરણીનું ફળ મરણમાં આવ્યું. |
જોરે જોરે ઉપાઈ, ને નામ પાડ્યું રૂપાઈ | અંગે અંગ વાંકી ને તોય નામ પાડ્યું રૂપાબાઈ. |
જોવા જેવું થયું | તમાશો થયો. |
જોવામાં ને સાંભળવામાં ઘણો ફેર હોય છે | જોવુંયે નહિ ને રોવુંયે નહિ. દીઠાનું ઝેર. |
જોશીના પાટલે ને વૈદ્યના ખાટલે | જોશીને કમાણી તેની સામે ગોઠવેલ પાટલે હોય છે ને વૈદ્યને કમાણી તેની સામે ઢાળેલ ખાટલે હોય છે; અર્થાત્ ધંધા માટે જરૂરી ગોઠવણી કરવી આવશ્યક છે. |
જોશીના પાટલે ને વૈદ્યના બાટલે | જોશીની કમાણી તેની સામે ગોઠવેલા પાટલે હોય છે અને વૈદ્યની કમાણી તેની સામે ઢાળેલ ખાટલો હોય છે. એટલે કે ધંધા માટે જરૂરી બધી ગોઠવણી કરી રાખવી આવશ્યક હોય છે. |
જોષી જોષ જુએ છે તો તેની છોકરી કેમ રંડાય છે? | જોષી પોતાનું જ કેમ જોઈ નથી શકતો? |
જોષી જોષ જુએ, ને જોષીનાં હાંલ્લાં કૂતરાં ધુએ | જોષી ધંધામાંથી ઊંચો ન આવે ને રસોડાનાં હાંલ્લાં કૂતરાં ચાટે. |
જોષી ધૂળ મત ખોલીએ | હે જોષી, ધૂળ ખંખેરી જૂની વાત ન ઉકેલશો (કેમ કે, એ દુખ જ આપવાની છે.) |
જોષી, ડોશી, ને વટેમાર્ગુ એ ત્રણે ફોકટિયાં | જોષી ડોશી ને મુસાફર ત્રણે મફતિયાં. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.