જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સથિયો

Proverb Meaning
જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સથિયો હસ્તિ નક્ષત્ર વરસે તો પાણીનાં મોટાં ટીપાં વરસતાં મોતીના સાથિયા પુરાતા જણાય છે.
જો હોકો ખાય, તે ધોકો બી ખાય મોટો ફાયદો મેળવવા જતાં માણસ નુકસાનીમાં પણ આવી પડે છે.
જોઈએ એ કરો, પણ કરમમાં ત્રણ પવાલાં (પવાલાં માપલાં) ભાગ્યમાં ત્રણ માપિયાં જેટલું મળવાનું હોય તો એટલું જ મળે.
જોઈતું હતું ને વૈદે કહ્યું ભાવતું હતું ને વૈદે કહ્યું.
જોગનો ભોગ ખરાબ યોગનું પરિણામ.
જોગાજેભડ, તો કૂવાકાંઠે ખડ ભડનામના નક્ષત્રનો વરસાદ કૂવાકાંઠે ઘાસચારો પેદા કરે છે.
જોગી ચાલ્યા જાતરા, ને મેલી માયા માતરા માયા માત્ર (બધી માયા) સંકેલીને સંન્યાસ લીધો.
જોગી જુગત જાના નહિ, કપડે રંગે તો ક્યા હુએ (જુગત રીત) ભગવાં પહેરી લીધે શું વળે જો સંન્યાસની રીતિનીતિની જાણકારી ન હોય તો?
જોગી વજીર, ત્યાં તૂમડું, સાધુ જોગ જોગીને વજીર બનાવ્યો હોય તો રાજ્યને તૂમડાનો (ભીખનો) જ દહાડો આવે.
જોગીને વહાલાં તૂમડાં, ને ભોગીને વહાલો ભોગ, દાક્તરને વહાલાં ગૂમડાં, વૈદને વહાલો રોગ સૌને સ્વાર્થ વહાલો.
જોગે ધરાઈ, ભોગે ધરાઈ, કાખમાંનો છેડલો મૂક મારા ભાઈ જોગ ને ભોગ બન્ને માણ્યા હવે તો માયાને બગલમાંથી (હૃદયમાંથી) છોડ.
જોડાનાં માજમથી તે પાઘડીના ગાભા સુધી જોડાની એડીથી પાઘડીના છેડા સુધી; સદંતર.
જોડીમાં જૂ પડે, ને કચેરીમાં કચરો પડે જોડીમાં જૂ પડે, ને ઝાઝા સ્નેહ તે તૂટવાના, ને આછાં ચીર તે ફાટવાનાં (જોડીમાં જૂ પડે જોડબંધીમાં સડો પડે.) જોડ કાયમ નહિ રહેવાની.
જોડો પરખાય વાડમાં ને શૂરો પરખાય ધાડમાં સમય આવ્યે જ માણસ કે વસ્તીની સાચી કિંમત થાય છે.
જોણું, રોણું, ને વગોણું, એ ત્રણે ભેળાં હોય તમાશો રડાકૂટ ને ફજેતો ત્રણે સાથે હોવાનાં.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

,

જુલાઈ , 2024

બુધવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects