જો દરશન દેખા ચાહીએ તો દરપણ માંડત રહીએ, જો દરપણ લાગે કાઈ તો દરશન કહાંસે પાઈ

Proverb Meaning
જો દરશન દેખા ચાહીએ તો દરપણ માંડત રહીએ, જો દરપણ લાગે કાઈ તો દરશન કહાંસે પાઈ (કાઈ કાટ) દર્પણથી દર્શન કરવું હોય તો કાટ વિનાનું દર્પણ લેવું.
જો નામ દેશે મારું, તો નાક વઢાશે તારું મારું નામ આવશે તો તને લાંછન લાગશે.
જો મત પીછે ઊપજે, સો મત આગે હોય, કામ અપના ન બિગડે, દુરજન હસે ન કોય (મત મતિ) અગમબુદ્ધિથી વર્તીએ તો લોકમહેણાંથી ઊગરીએ.
જો મનમેં બસે, સો અપને દીસે મનમાં જેને સ્થાન આપ્યું એ જ આપણું ખરું અંગત.
જો માગવી હોય ભીખ, તો તમાકુ ખાવા શીખ તમાકુનું વ્યસન ભીખ માગવા વારો લાવે.
જો મેં એસો જાનતી, કે પ્રીત કરે દુખ હોય, નગર ઢંઢેરો ફેરતી, કિ પ્રીત ન કરિયો કોય પ્રીત પીડા કરે છે એવું જાણતી હોત તો બધાંને કહેતી ફરત કે પ્રેમ ન કરશો; દુખી થશો.
જો વરસે આદરા તો બારે માસ પાધરા આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો આખું વર્ષ સારું જાય.
જો વરસે આર્દ્રા, તો બારે મહિના પાધરા આર્દ્રા નક્ષત્રનો વરસાદ બાર મહિનાનું સુખ લાવે.
જો વરસે ઓતરા, તો ધાન નહિ ખાય કૂતરા ઓતરાનો વરસાદ ખૂબ અનાજ ઉગાડે.
જો વરસે ચીત તો ભાંજે ભીંત (ચીત ચિત્રા) ચિત્રા નક્ષત્રનો વરસાદ મકાનો પાડે એવો ભારે હોય.
જો વરસે પૂરવા, તો કણબી બેઠા ઝૂરવા પૂર્વા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે મોટી પાયમાલી કરનારો હોય.
જો વરસે મઘા, તો ધાન થાય ઢગા મઘા નક્ષત્રનો વરસાદ ઢગલે ઢગલા ધાન્ય ઉપજાવે.
જો વરસે સાંત, તો વાગે ન તાંત સાંત નામના નક્ષત્રમાં વરસાદ થાય તો રૂનો પાક બગડી જાય છે; રૂ ન મળવાને કારણે પીંજારો પોતાની તાંત ચલાવી શકતો નથી.
જો વરસે હસ્ત, તો પાકે અઢારે વસ્ત હસ્ત નક્ષત્ર વરસે તો અનાજની અઢારે વસ્તુ પાકે છે.
જો વરસે હસ્ત, તો પાકે તમામ વસ્ત હસ્ત નક્ષત્ર વરસે તો અનાજની અઢારે વસ્તુ પાકે છે.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects