Proverb | Meaning |
જેવું આંગણું, તેવા ચોક | આંગણા પ્રમાણે ચોક. |
જેવું કામ તેવા દામ | કામ પ્રમાણે વળતરનાં નાણાં. |
જેવું દરદ તેવો ઇલાજ | રોગ તેવો ઉપાય. |
જેવું બીજ વાવે, તેવું ફળ પામે | વાવે તેવું લણે. |
જેવું બીજ, તેવું ફળ | વાવે તેવું લણે. |
જેવું મોં તેવું પાન | જેવી વ્યક્તિ તેવો આદરસત્કાર કરવો. |
જેવું વાસણ, તેવું ઢાંકણ | પાત્ર પ્રમાણે ઢાંકણ. |
જેવુંતેવું ભાવે નહિ, ને મનગમતું આવે નહિ | મળે તે રુચિવાળું ન હોય ને મનને રુચે તે પ્રાપ્ત થાય નહિ. |
જેવો આહાર તેવો ઓડકાર | કામ તેવું ફળ; વાવે તેવું લણે; અન્ન તેવો ઓડકાર. |
જેવો જમાનો તેવી વાત | વખત તેવાં વાજાં. |
જેવો જાલિયો જોગી તેવો મકવાણી માલી | સરખે સરખા મળ્યા ને ભવના ફેરા ટળ્યા. |
જેવો દેવ તેવી પાતરી | દેવ તેવું પૂજાના ફૂલનું પડીકું. |
જેવો દેવ, તેવી પૂજા | દેવ તેવું પૂજાના ફૂલનું પડીકું. |
જેવો દેશ તેવો વેશ | સમય અને સ્થળ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. |
જેવો પોતે હોય તેવો બીજાને જોય | (જોય જુએ) જેવું પોતાને સમજે એવું બીજાને પણ સમજે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં