Proverb | Meaning |
જેને પેટ દીકરી તેને માથે દુ:ખનું ઝાડ | દીકરીના માવતરને ઘણી ચિંતા રહે છે. |
જેને પ્રભુનો ડર નહિ, તેને દુનિયાનો ડર નહિ | પ્રભુથી પણ (ખોટો) ડર રાખે એને દુનિયામાં કોઈનો ડર ના રહે. |
જેને માથે પડે તે જાણે | વીતી હોય તે જાણે. |
જેને મોઢે ગાયનાં માંસ, તેના શા વિશ્વાસ? | ગોમાંસભક્ષીનો ભરોસો શો? |
જેને મોઢે સહરાઈ, તે ખાય ધરાઈ | (સહરાઈ સારાઈ; પ્રસન્નતા) પ્રસન્ન ચિત્તે ખાવા બેસે તે ધરાઈને ખાય. |
જેને રાજની કુમક, તે તરકટ માંહી બિરાજે, જેને રાજની કુમક તે જુલમ માંહી નાચે, જેને દરબારની કુમક તો નબળાં વચ્ચે ગાજે, જેને દ્રવ્યની કુમક, તે જે કરે તે છાજે | (તરકટ કપટજાળ, ગાજે ઊંચા અવાજે હુકમ છોડે) કોની કુમકથી શું થાય તે અહીં દર્શાવ્યું છે. |
જેને વાગે, તેને લાગે | રામબાણ વાગ્યાં હોય તે જાણે. |
જેને સહાય દીનાનાથ તેને કોણ ભીડે બાથ? | પ્રભુ સહાયમાં હોય તેનો વાળ પણ વાંકો ન થાય. |
જેને હોય બાલા, તેને નહિ દુકાલા | બાળ બચ્ચાંવાળો પુણ્યશાળી જ હોય તેથી તેને ઘેર દુકાળ ન પડે. |
જેનો અગુવો આંધળો તેનું કટક કૂવામાં | જેનો આગેવાન અવિચારી તેનો લશ્કરનો વિનાશ નક્કી છે. |
જેનો અહીં ખપ તેનો ત્યાં ખપ | જેની અહીં જરૂર તેની પ્રભુને ઘેર પણ જરૂર. |
જેનો આગુ આંધળો તેનું કટક કૂવામાં | જેનો આગેવાન અવિચારી તેનો લશ્કરનો વિનાશ નક્કી છે; જેનો આગેવાન આંધળો તેનું સૈન્ય કૂવામાં પડે. |
જેનો કોઈ નહિ વાલી તેનો ઈશ્વર વાલી | જેનું કોઈ નથી એનો ઈશ્વર છે. |
જેનો ખાઈએ કોળિયો, તેનો બાંધીએ ધોરિયો | (ધોરિયો બળદ) અન્ન ખાઈએ એને એનો બળદ બાંધવા જેવી મજૂરીથી મદદ કરીએ. |
જેનો ધોકો એનો જ બરડો | મારવા આવનારના સાધનથી એને જ ધીબવું તે. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.