Proverb | Meaning |
જેને કોઈ ના પહોંચે, તેને તેનું પેટ પહોંચે | દુષ્ટ વ્યક્તિનાં સુખચેન એનાં સંતાનો જ છીનવી લે છે. |
જેને ગાંઠમાં નાણાં તેને નિત્ય ટાણાં | પૈસો ભેગો કરી ગાંઠે બાંધ્યો હોય તો બધું થાય. |
જેને ગાડે બેસીએ તેનાં ગીત ગાઈએ | જેવો પ્રસંગ તેવો વર્તાવ કરીએ. |
જેને ઘેર કન્યા, તેને પરમેશ્વરે દન્યા | (દન્યા દંડ્યા; દૂણ્યા; અન્યાય કર્યો; દુખ આપ્યું.) જે પુત્રીના પિતા થયા તેણે પુત્રી પાછળ કરકરિયાવર વગેરે કરી દુખી થવું પડે. |
જેને ઘેર જઈએ તેની શીખીએ પેર | જે ઘેર જવું તે ઘરની રીત જાણી તે મુજબ વર્તવું. |
જેને ઘેર દોલત, તેનો ભાગિયો કોરટ | જ્યાં સંપત્તિ ત્યાં વહેંચણીની વેળા કોરટે જવું પડે. |
જેને ઘેર પારણું તેનું શોભે બારણું | બાળકથી ઘર રળિયામણું દીસે છે. |
જેને ઘેર બચ્ચાં બાલાં, તેને ઘેરે શાં દુકાળાં? | વસ્તારી ઘરવાળાને ત્યાં કદી દુકાળ ન આવે. |
જેને જે વીતે તે જાણે ને જેને માથે ભાર હોય તે જાણે | જેને દુ:ખ પડ્યું હોય તે જ સમજે. |
જેને જોઈએ શિંગ ને પૂંછ, તેને આપી દાઢી ને મૂછ | ઈશ્વરનો કેવો અન્યાય! જેને પશુ બનાવવું જોઈતું હતું એને મનુષ્ય બનાવ્યો! |
જેને દીઠે નહિ ઠરીએ, તેનાં કામથી શું ઠરીએ? | જે વ્યક્તિ સામે ઊભેલી આનંદ ન આપતી હોય એનું કર્યું કામ તો કેમ જ ગમે? |
જેને દેખી તાપ આવે, તે મારે આણે આવે | જેનો પ્રભાવ પડે કે ધાક લાગે એવી વ્યક્તિ મને તેડવા આવવી જોઈએ. |
જેને ધણીનું માન, તેને પરીનું માન | ધણીનું માન જે મેળવી શકી હોય એ જ કુટુંબમાં બધાંનું માન પ્રાપ્ત કરી શકે. |
જેને નહિ લાજ તેને અર્ધું રાજ | જેણે લાજ છોડી તે અડધા રાજા બરાબર. |
જેને પાંચે પુંચો સબધો તેને શી ફિકર? | (સબધા મજબૂત) જેનાં બધાં કાંડાં ખમતીધર તેને શી ચિંતા? |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.