Proverb | Meaning |
જેનું થડમલ પાધરું નહિ તેનાં ડાળ-પાંખડાં તે ક્યાંથી પાધરાં હોય? | જે ઝાડનું થડ સડેલું તેનાં ડાળપાંદડાં પણ સડેલાં. |
જેનું નામ તેનો નાશ | નામ નાશવંત છે. |
જેનું નામ નહિ તેનું ઠામ નહિ | જેનું નામ ન હોય તેનું ઠેકાણું ન હોય. |
જેનું પાપ તેને ધાપ | પાપ કરે તે ભોગવે. |
જેનું બોલ્યું નહિ ગમે, તેનું કામ શું ગમે? | જેનું બોલવું ન ગમતું હોય તેનું કરેલું કામ ન જ ગમે. |
જેનું મોં ન જોતા હોઈએ, તેની વખત આવ્યે પૂંઠ પણ જોવી પડે | ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. |
જેનું મોઢું ગાયના જેવું, તેનું કાળજું વાઘના જેવું | મોં ભોળું પણ દિલ વાઘના જેવું ડર વિનાનું. |
જેનું રાજ તેનું પાટ | જેનો અમલ તેનું સિંહાસન. |
જેનું શાક બગડ્યું તેનો દિન બગડ્યો, જેની બૈરી બગડી તેનો આખો ભવ બગડ્યો | ઘરવાળી બગડે તો જીવવું બધુંય દુખમય થઈ જાય. |
જેનું સુખ નહિ તેનું દુ:ખ શું? | જેની પાસેથી સુખ મળ્યું જ નથી એ ન મળ્યાનો, અભરખો શો? |
જેનું હૈયું કપટ, તેનું ચપટ | જેના મનમાં પાપ હોય તેનું બધું સાફ થઈને જ રહે. |
જેને ઋણ નહિ તે રાજા | દેવાદાર નહિ તે રાજા બરોબર. |
જેને કોઈ ન પરણે તેને ખેતરપાળ પરણે | સ્ત્રીના કુંવારકા ગ્રહ ઉતારવા પડે. |
જેને કોઈ ના પરણે, તેને ખેતરપાળ પરણે | સ્ત્રીના કુંવારકાગ્રહ ઉતારવા પડે. |
જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે | સંતાનો જ સુખ હરામ કરે છે. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.