Proverb | Meaning |
જેની દાનત પાક, તેને શાની ધાક? | જેનું દિલ સાફ એણે ડરવાનું કેવું? |
જેની બૈરી સારી તેનું ઘર સારું | સદ્ગુણી પત્ની ઘરની શોભા છે. |
જેની ભારજા ભૂંડી, તેને પીડા અંતરમાં કૂડી | જેની ભાર્યાં ભૂંડી તેના મનમાં સંતાપ ઘણો. |
જેની મા ઓરમાન તેનો બાપ ચોર ચોરી ગયા | મા ઓરમાન તો પિતાનું વર્તન પણ ઓરમાયું. |
જેની લાઠી તેની ભેંસ | આ જમાનામાં બળવાન માણસો જ ફાવી જાય છે. |
જેની વહેલે બેસીએ તેનાં ગીત ગાઈએ | જે જાનમાં જોડે એનાં જ ગીત ગાઈએ. |
જેની હવેલીએ બેસીએ, તેનાં ઢોલ વગાડીએ | જેને ત્યાં બેસીએ તેનું સારું બોલીએ. |
જેનું કીધું તે જાણે | કોઈનું સારું કરેલું નકામું ન જાય. |
જેનું ખાઈએ તેનું ગાઈએ | ખાઈએ તેનું વખાણીએ. |
જેનું ખાય તેનું ખોદે | (દુર્જન) જેનું ખાય તેનું જ બૂરું બોલે. |
જેનું ખાય તેનું ગાય | જેની પાસેથી કંઈ લાભ કે ફાયદો થાય તેના ગુણવાન ગવાય. |
જેનું ચાટે, તેનું દાટે | જેનું ખાય તેની એબ દાટી રાખે. |
જેનું જાય તે જ ચોરમાં ઠરે | જેનું ચોરીમાં જાય તે જ ચોર છે એવુંય થાય. |
જેનું જે કામ તે તેને છાજે, ને ગધેડાં પર નોબત વાગે | જે કામનો અનુભવ હોય તે કરી શકે પછી ભલેને હાથી કે ઊંટના બદલે ગધેડા પર નોબત વગાડવાની હોય. |
જેનું થડ વાંકું, તેનાં ડાળખાં પણ વાંકા | ઘરનો મુખ્ય માણસ કુટિલ હોય તો તેનો પરિવાર પણ એવો જ હોય. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં