Proverb | Meaning |
જેના હાથમાં, તેના મોંમાં | હાથે આવ્યું કે સીધું મોંમાં. |
જેના હાથમાં, તેના સાથમાં | જેના હાથમાં તેની બાથમાં. |
જેનાં કામ તે તેનાથી થાય, બીજાં કરે તે ખતા ખાય | જેનું કામ તે તે જ કરે. |
જેનાં ગાડાંમાં બેસીએ, તેનાં ગીત ગાઈએ | જેની વહેલમાં બેસીએ તેનાં ગાણાં ગાઈએ. |
જેનાં નસીબ તેની સાથે | દરેકનું ભાગ્ય દરેકની સાથે. |
જેનાં મોઢાં નહિ સારાં, તેનાં ભાણાં શું સારાં? | જેનું મોઢું જોવું ન ગમે એના હાથનું ખાણું શું ભાવે? |
જેનાથી માંખ ન મરાય, તેનાથી માણસ શું મરાય? | માખ મરવાની શક્તિ નથી એ માણસને શું મારવાનો? |
જેની આંખમાં કમળો હોય તેને બધું પીળું દેખાય | કમળાના રોગીને બધું પીળું દેખાય. |
જેની આંખમાં ઝેર, તેની ઉપર ઈશ્વરનો કેર | ઝેરીલા ઉપર ઈશ્વર પણ જુલમ કરે. |
જેની ઉપર પડે તે જાણે | જેને વીતી હોય તે જાણે. |
જેની ખાઈએ ભાખરી, તેની કરીએ ચાકરી | ખાઈએ તેનું લૂણ હલાલ કરીએ. |
જેની ગાંઠે નાણાં તેને નિત્ય ટાણાં | જેની પાસે સંપત્તિ છે તે સુખેથી જીવે છે. |
જેની ઘંટીએ દળીએ, તેનાં ગીત ગાઈએ | જે ઘેર બેઠાં તેનાં પ્રસંગનાં ગીત ગાઈએ. |
જેની જાય આઈ, તેની જાય સોળસો ભલાઈ | જેની મા મરી તેની બધેથી તૂટી સગાઈ. |
જેની દાનત પાક, તેના હાથમાં ખાક જેની દાનત ખોટી, તેના હાથમાં રોટી | સજ્જનને ઘણું સહન કરવું પડે ને દુર્જન લહેર કરતો દેખાય. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.