Proverb | Meaning |
જેના ગાડે બેસીએ તેનાં ગીત ગાઈએ | જે જાનમાં જોડે એનાં જ ગીત ગાઈએ; જેની વહેલમાં બેસીએ તેનાં ગીત ગાઈએ. |
જેના ગુરુ આંધળા, તેના ચેલા નિરંજન | ગુરુ અજ્ઞાની તો ચેલા પણ અજ્ઞાની. |
જેના ગુરુ આંધળા, તેના ચેલા ભીંત | ગુરુ અજ્ઞાની તો ચેલા પણ અજ્ઞાની. |
જેના ઘરમાં વહુ, તેનાં ઘરમાં સઉ | ઘર ગૃહિણીથી શોભે. |
જેના ઘેર પારણું તેનું શોભે બારણું | બાળકથી ઘર રળિયામણું બની રહે છે. જેના ઘેર બાળક હોય તેનું ઘર શુકનવંતું ગણાય. |
જેના ટાંટિયા તેના જ ગળામાં | એનો કારસો એના જ શરીરમાં. |
જેના દહાડા પાંસરા, તેના વેરી આંધળા | નસીબ સીધું તો શત્રુ ન ફાવે. |
જેના દિલમાં મેલ તેને તેનો ડંખ | મનના મેલા માણસો વધુ ચિંતાતુર હોય છે. |
જેના દીઠા ન મૂઆ તેના માર્યાં શું મરશે? | જે સામે રહી મારી ન શકે તે બીજા પાસે કેવી રીતે મરાવી શકશે? |
જેના પેટમાં અમેટો તૂટે તે જાણે | (અમેટો ચૂંટલો) જેના પેટમાં અમળાટ થાય એને જ એની પીડા સમજાય. |
જેના બાપને સાપે કરડ્યો હોય તે વાથ જોઈને બીએ | દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીએ. |
જેના માર્યા નહિ મરીએ, તેના દીઠા શું મરીએ? | મારવાની જ જેનામાં શક્તિ નથી તેની પોકળ ધમકી કંઈ ન કરે. |
જેના હાથમાં ડોઈ તેના હાથમાં સહુ કોઈ | (ડોઈ ખીલો; દોર) જેના હાથમાં મેખ (ખીલો) તે બધાંને અંકુશમાં રાખે. |
જેના હાથમાં તેના મોંમાં | જેના કબજામાં ચીજવસ્તુ હોય તે તેના ઉપયોગમાં આવે છે. |
જેના હાથમાં ધાગો, તે કદી ન રહે નાગો | પાસે સૂતરનો દોરો હોય તે નવસ્ત્રો ન રહે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.