Proverb | Meaning |
જે સૂરજ પર ધૂળ છાંટે તે પોતે જ છંટાય | સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો આપણા ઉપર જ પડે. |
જે સૂરજ પર ધૂળ નાખે તે પોતે જ છંટાય | સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો આપણા ઉપર જ પડે. |
જે હાજર તે નાજર | હાજર હોય એ મુખ્ય કર્તાકારવતા. |
જેટલા ભોગ તેટલા રોગ | બહુ ભોગનું પરિણામ અંતે રોગમાં આવે. |
જેટલા વહાણના ખીલા, એટલા વીમાના હીલા | વહાણનો ધંધો વીમાનું જોખમ. |
જેટલા વહાણના સાંધા, એટલા ભાઈના વાંધા | વાંધાખોર વ્યક્તિને ઉપાલંભ આપતાં કહેવાય છે. |
જેટલી ખાંડ નાખશો તેટલું ગળ્યું થશે | ગોળ નાખશો તેટલું ગળ્યું થશે. |
જેટલી નદી લાંબી, તેટલી લક્ષ્મી લાંબી | ધન મેળવવા ઘણા ઉધામા કરવા પડે. |
જેટલું પેટનાંને લાગે, તેટલું પરાયાંને ન લાગે | પોતાનાંની લાગણી પારકાં કરતાં વધુ હોય. |
જેટલું લાંબું કરો એટલું લાંબું થાય | લંબાવો એટલે લંબાય. |
જેઠ મારો જગજીવન, જેઠાણી અમારી જોડ, દેર મારો રિસાળવો, દેરાણી ચંપાનો છોડ | જેઠજેઠાણી અને દિયરદેરાણી ખૂબ સારાં છે. |
જેઠા, જીવજો પૂતર, ને ધર દહાડેનાં ઓરજો ખેતર, ને નહિ તો તેનાં રડતાંનો આવે છેહ | મારા જેઠનો પરિવાર સુખી થજો. |
જેઠી પૂર, ને છોકરાં ફાકે ધૂળ | જેઠનો પરિવાર મોટો ને ખર્ચાળ તેથી ધૂળ ફાકવા વારો આવે. |
જેણે ઓર્યું ચગળે મગળે, તે તો બેઠો કુમને ઢગલે, જેણે જોઈ ખરી વરાપ, તેણે લીધી માજમ રાત | સમજીને ખેતી કરી તે જીત્યો. |
જેણે જપ્યો રામ, તેને કોનું કામ? | રામનું શરણું લીધું તેને જગતની પરવા ના રહી. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.