Proverb | Meaning |
જતાના જાનૈયા ને વળતાના માંડવિયા | જતાં વરપક્ષમાં અને વળતાં કન્યાપક્ષમાં. |
જતાનું દાણ, ને આવતાનું ભાડું જતિ બેઠા જપે, ને જે આવે તે ખપે | વાત સાધુપણાની પણ કશું છોડવાનું નહિ જતાં ને આવતાં બેય વેળા કર લેવાનો. |
જતિ બેઠો જપે ને જે આવે તે ખપે | આવક મેળવવા ધર્મિષ્ઠ થવાનો આડંબર રચવો. |
જતી લાડી, માંડવો વધાવે | દીકરી પરણીને માંડવો વધાવીને જાય. |
જતો ભૂત વાર મંડે | જતાં જતાં ભૂત નુકસાન કરતું જાય. |
જન જોર, ને મોં તોડ | એકથી ન થાય તે બધા મળવાથી થાય. |
જન તેવાં જાફલાં, ને વન તેવાં ફળ | બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. |
જનની જણ તો દાતા જણ કાં પંડિત કાં શૂર | હે મા, જન્મ આપ તો કોઈ દાતાર, કોઈ વિધાન કે કોઈ વીરનો આપજે. |
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર | ભક્ત, દાતા અને શૂરવીરને જન્મ આપનાર માતા ધન્ય છે. |
જનમ આપે જનેતા, પણ કરમ ન આપે કોઈ | મા જન્મ આપે પણ ભાગ્ય તો વિધાતા જ ઘડે. |
જનમ જરા ને મરણ સર્વને માથે છે | જન્મ, ઘડપણ ને મરણ ત્રણ અવસ્થા દરેક જીવની હોય છે. |
જનમ બિન નેહા નહિ, નેહા બિન શ્યામ નહિ, ઊધો એ અવતાર મેં, નયના બિન સલામ નહિ | જનમ વગર સ્નેહ નહિ, સ્નેહ વગર શ્યામ (કૃષ્ણ) ન મળે; હે ઉદ્ધવ, નીરખ્યા વગર કોઈ માનનાર ના થાય. |
જનમ રળ્યા, ને જહાન્નમમાં નાખ્યું | કરી કમાણી ધૂળમાં ગઈ. |
જનમના જોગીદાસ અને નામ પાડ્યું ભિખારીદાસ | જેવા ગુણ તેવું જ નામ. |
જનમના જોગીદાસ, ને નામ પાડ્યું ભિખારીદાસ | નામ પ્રમાણે ગુણ નહિ એવું નામ. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ