Proverb | Meaning |
જૂઠની આવરદા ત્રણ દી | અસત્ય ઝાઝું ટકી શકતું નથી. |
જૂઠા ઝઘડા કરના નહિ, કરના તો ફિર ડરના નહિ | ખોટી તકરાર ન કરવી તો ડરવું નહિ. |
જૂઠાણું તે કેટલી વાર ટકે? | જૂઠાણું બહુ ન ટકે. |
જૂઠાનું બોલવું, ને ઉંદરનું ફોલવું | ઉંદર ફૂંકી ફૂંકીને કરડે એમ જૂઠાબોલું વિશ્વાસ બેસાડીને છેતરે. |
જૂઠાનું મોં કાળું ને સાચાની બોલબાલા | છેવટે તો સાચી વ્યકિતની જ જીત હોય છે. |
જૂઠાનો આવરદા ચાર ઘડી | (બહુ તો સાડા ત્રણ ઘડી) જૂઠું તરત નાશ પામે. |
જૂઠી પ્રીત ગુલાબકી, ઘામ પડે મુરઝાયે, સાચી પ્રીત કપાસકી, મરે સંગાથી આવે (ઘામ તડકો) હંસા પ્રીત ક્યાંયની, વિપત પડે ઊડી જાય, સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય | (જેમ શેવાળ જળની સાથે જ સુકાય છે, પણ તેનો સાથ છોડતી નથી તેમ કટોકટીવાળો સાથ ન છોડે તે જ સાચી પ્રીત.) સાચી પ્રીત. |
જૂઠું ગાય, એંઠું ખાય, ને ઉઘાડે ડિલ નાહ્ય, એ જનાવર કયું કહેવાય? | ઘંટી. |
જૂઠું ગાવું, ને જડતું આણવું | માણસ બોલે જૂઠું ને કરે ફાવતું. |
જૂઠું તે જૂઠું જ | જૂઠું સાચું ન થાય. |
જૂઠું બોલવું ત્યાં વળી કંજૂસાઈ કેવી? | જૂઠું જ બોલવું તો પછી ચિંગૂસાઈ શા માટે કરવી? |
જૂઠું બોલવું ને જખ મારવી બરાબર | જૂઠું બોલવું નાહકની ક્રિયા છે. |
જૂઠું બોલે તેને કોણ પકડવા જાય? | જૂઠને ક્યાં પકડવા જઈએ? |
જૂઠું બોલે નહિ તો પેટ ફાટી જાય | જૂઠ ન બોલે તો પેટ ફૂલે. |
જૂઠું લાવ, પણ જોરથી લાવ | જૂઠાબોલું જોરજોરથી બોલે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં