Proverb | Meaning |
જુવાન વહુ ને બુઢ્ઢો લાડો એનો રોજ ઊઠીને ભવાડો | જુવાન પરણેતર અને ઘરડો વર એ બંને રોજ ઝઘડે ને લોક તમાશો જુએ; કજોડા લગ્નની રોજ ફજેતી. |
જુવાન સાસુ મરે નહિ ને વહુનો દહાડો વળે નહિ | અરાજકતા અને અવ્યવસ્થા હોવાં તે. |
જુવાની આપીને ઘડપણ લેવું | એ કોઈ કરે નહિ. |
જુવાની ને દીવાની | બન્ને બરાબર. |
જુવાનીથી જબ સબ કુછ થા, ચાહતાતા હરકોઈ, ગઈ જુવાની ને આયા બુઢાપા, બતાતા નહિ કોઈ | શોચા થા ક્યા, ક્યા હો ગયા. |
જુવાનીનું રળ્યું ને રાતનું દળ્યું | સમયસર કામ કર્યાનો જ ફાયદો છે. |
જુવાનીનું રળ્યું, ને પાછલી રાતનું દળ્યું | આ બન્ને આખા જન્મારા સુધી કામ આપે. |
જુવાનીનો માર તે ઘડપણમાં સાલે | જુવાનીનો માર ઘડપણમાં દુખ આપે. |
જુવાર આવે તે દળવા, ને મનખ આવે તે મરવા | જાર આવી તો દળવી પડે ને માણસ આવ્યું તો મરે તે સહન કરવું પડે. (જન્મે તે જાય.) |
જુવાર કહે કે મારે માથે ટોપી, ને એક વરસ નહિ આવું તો રૈયત થાય જોગી | જારના સાંઠાને માથે ડૂંડું હોય છે જેમાંના દાણા અન્ન તરીકે ખાવાના હોય છે એટલે બાર મહિને ને બાર મહિને આવે તે જરૂરી છે; જો એમ ન થાય તો પ્રજાને સાધુ થવું પડે. |
જુવાર ખાશે અમારી, ને વહુ થશે તમારી | દીકરી લેખે ખવરાવવાનો અમારો હક્ક અને વહુ થાય તમારી. |
જુવાર દળી શેર, ને ગીત ગાયાં તેર, સાસુએ મૂકી રોટલી, તો આંખે આવ્યા ફેર | જુવાર ખવરાવી મોટી કરી ને પરણાવીને તમને સોંપી ને તોય તમને સાસુને આંખે ચક્કર આવે તે કેવું! |
જુવાર ને કરી નાખ્યાં ખુવાર | ખેતરમાં જુવારનો પાક બરાબર ન થાય ત્યારે આમ બોલાય છે. |
જૂ થકી કંઈ સાડલો છોડી નખાય? | જૂ પડી હોય તેના ભયથી પહેરેલાં લૂગડાં કાઢી ન નંખાય. |
જૂ ભાગી કંઈ કપડાં (પહેરણાં) નાખી દેવાય? જૂ ભરાઈ જાણી કપડાં તે કોણ કાઢે? | (ભાગી ભરાઈ, પહેરણાં પહેરવેશ; લૂગડાં) માથેથી શરીરનાં કપડાંમાં જૂ ભરાઈ હોય તેથી કંઈ કપડાં ન કઢાય. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.