જીવ્યાથી જોયું ભલું

Proverb Meaning
જીવ્યાથી જોયું ભલું જીવનમાં જોવાય એટલું જોઈ લેવું.
જીવ્યો જોગી સારો, પણ મૂઓ પાદશાહ માઠો જોગી જીવતો ભલો ને રાજા મરતાં પ્રજાની માઠી દશા.
જીસ મૂલસે આયે ઈસ મૂલસે ગયે, નફેમેં દો જૂતિયાં જે રીતે આવ્યું એ રીતે ગયું ને ઉપરથી બે ખાસડાં ખાધાં.
જીસકા દામ, ઉસકા નામ પૈસાદારની બધે બોલબાલા.
જીસે રામકો ડર નહિ, નહિ પંચકી લાજ, ઉસે છેડ ક્યા કીજિયે, ચુપ ભલો મહારાજ! ભગવાનથી ન ડરતું હોય એને છેડ્યા કરતાં ચૂપ રહેવું સારું.
જુએ તો જૂ પડે, ને ખાય તો ખાતર પડે એવું ભોજન જે ન ખવાય કે ન છોડાય.
જુગારી હાથે વાંકડું, વાનર કોટે હાર, ઘેલી માથે બેડલું, છાજે કેટલી વાર? જુવારીના હાથમાં ઘરેણું; વાનરના ગળામાં હાર અને ગાંડીના માથે બેડું કેટલી વાર રહેવાનાં?
જુઠાની આગળ સાચો રડી રડીને મરી જાય, પણ તેનું મનાય નહિ સાચને જૂઠાનો મુકાબલો કરતાં બહુ વાર લાગે.
જુઠ્ઠાની આવરદા ચાર ઘડી અસત્ય ઝાઝું ટકતું નથી.
જુદી રાતના તે જુદા જ જુદા જુદા વખતે જન્મેલ તે જુદા જ રહેવાના.
જુદે મોઢે જુદી વાત દરેક જણ જુદી જુદી વાત કરે.
જુવાન જાણીને જીવવું નથી, ને બુઢ્ઢા જાણીને મરવું નથી જુવાન છીએ માટે જીવવું છે ને ઘરડા થયા માટે મરવું છે એમ નથી.
જુવાન જોધ જેવું ભરજુવાન.
જુવાન જોષી, ને બુઢ્ઢો વૈદ બંને સારા.
જુવાન દાક્તર અને ઘરડો વકીલ બેઉ સારા.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects