Proverb | Meaning |
જીવ તો ગયો, પણ રંગ તો રહ્યો | જીવ ગયો પણ વટ રહ્યો. |
જીવ ને પ્રાણ ગયો, ના તન મન, પૈસામાં પૈસો નહિ, ને ધન ધન ને ધન | માંહ્યલું ગયું ને બહારનું રહ્યું. |
જીવ પર આવેલો બિલાડો કોટે વળગે | છંછેડાયેલો શત્રુ ગળું જ પકડે. |
જીવજો જણતી, ને મરજો ગણતી | ગણાતી કે કહેવાતી મા ન જીવજો પણ જણનારી મા જીવજો. |
જીવત બાપકુ મારતા દંડા, મુવે પીછે પહુંચાવત ગંગા | બાપ જીવતા હોય ત્યારે ધુત્કારે ને મરે ત્યારે શબ ગંગા લઈ જાય. |
જીવતરની ખોડ મૂએ જાય | સ્વભાવ પડ્યો હોય તે મરતાં સુધી ન જાય. |
જીવતા જીવ ને પડતા પ્રાણ | જીવ જીવે ને પ્રાણ પડે. |
જીવતા બાપને મારે દંડા ને મૂઆ પછી પહોંચાડે ગંગા | જીવતાં બાપને પૂમડું પાણી નહિ. |
જીવતાં જશ નહિ, ને જશ વિના ન જીવંત, જશ લઈને જે ગયા, તે રવિ પહેલાં ઊગંત | જીવતાં જશ મળ્યો કે ન મળ્યો પણ જશ લઈને જે ગયા છે તેમની કીર્તિ સૂર્યની પણ પહેલાં વધુ ઝળહળે છે. |
જીવતાં જીવત નહિ જોયું, ને મૂઆ પછી રોયું | જીવતે ન સુખ આપ્યું ને મૂઆ પછી આંસુ પાડ્યાં એ કેવું? |
જીવતાં તો માગીને ખાય, પણ મૂઆ કેડે બિચારાં ક્યાં જાય? | કૌવત હોય ત્યાં સુધી તો માગીને પણ પેટ ભરે પણ અશક્તિ આવ્યા પછી કેવી રીતે પેટ ભરવા ક્યાંય જઈ શકે? |
જીવતાં પાળે, ને મરતાં તારે | જીવતાં પાળવું ને મૂએ બાળવું. |
જીવતાં પૂમડું પાણી નહિ ને મૂએ મસાણમાં જાય | બાપ જીવતો હોય ત્યારે માગ્યું પાણી પણ ન પાય ને બાપ મૂઓ જાણી લોકોને દેખાડવા સ્મશાને અગ્નિદાહ દેવા જાય. |
જીવતાં લાખના, ને મૂએ સવા લાખના | હાથીની જેમ મૂલ્ય તો થાય જ. |
જીવતાંના જાનૈયા, ને મૂઆંના ખાંધિયા | જીવતા હોય તેમની જાનમાં પરણાવવા જનાર અને મરે ત્યારે શબની ઠાઠડી ખભે ઊંચકી ઠેઠ મસાણે પહોંચાડનાર. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.