Proverb | Meaning |
જીભને લગામમાં રાખવી | જીભને વશમાં રાખવી. |
જીભને વારજે નહિતર જીભ દાંત પડાવશે | માથા મોંને વાર નહિતર મોં માથું ભગાવશે. કોઈની જીભ ચાલે તો કોઈના હાથ ચાલે. |
જીભને વારજો, નહીં તો દાંત પડાવજો | જીભ ઉપર સંયમ ન રાખી ગમે તેમ બોલીએ તો તમાચાય પડે, દાંત પણ પડે. બોલવામાં સંયમ રાખવો તે જ ઉત્તમ છે. |
જીભમાં ઝેર તો જગતથી વેર | કડવું બોલવાથી દુશ્મનાવટ વધે છે. |
જીભમાં ઝેર તો મલકથી વેર | કડવી વાણી બધાથી અપ્રીતિ કરાવે. |
જીભમાં ઝેર, ને જીભમાં જ અમૃત | જીભનો સારો ઉપયોગ કરીએ તો અમૃત વરસે ને ખોટો ઉપયોગ થાય તો ઝેર બને. |
જીભલડી રે બાપલડી, તું બોલી છે અપાર, તું બોલીને પેસી જાય, ત્યારે ખાસડાં ખાય કપાળ | દોષ જીભનો છે. |
જીવ કોને વહાલો નથી? | મરવું કોઈને ગમતું નથી. |
જીવ જવાનો સોદો | જીવના ભોગનો કરાર. |
જીવ જાણે કે કોથળો કે જાણે બનિયાકા હાટ | જીવ કીમતી છે. |
જીવ જાય તો ભલે પણ વેશ લજવીશ ના | બહુરૂપીએ સતીનો વેશ કાઢેલો ને એ વેશમાં સતી તરીકે ચિતાએ ચઢવું પડ્યું તો તે સળગી ગયો પણ બહુરૂપીનો વેશ ન લજવ્યો. |
જીવ જાય સો જાને દિયો, મત જાને દિયો શરીર, બિગર પણછકી કામઠી, તર ક્યાંસે લગ તીર | આત્મા ભલે જાય; ખોળિયું તો સાચવો. |
જીવ જાય, પણ જીવનો લેનાર ન જાય | હું મરું પણ મને મારનાર જીવો. |
જીવ જાળામાં, મન માળામાં | હાથમાં માળા પણ મન તો દાવપેચના વિચારોમાં જ. |
જીવ જૂઠો, ને દાનત લુચ્ચી | સાંગોપાંગ હરામખોર. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ