Proverb | Meaning |
જીત મારી, ને હાર તમારી! | હું જીત્યો ને તમે હાર્યા. |
જીતનાં વધામણાં | જીતનારને સૌ વધાવવા આવે. |
જીતને ગગનમેં તારે ઉતને શત્રુ હોયે, પર કિરપા હો કિરતારકી, તો બાલ ઉખારે ન કોયે જીતે તારે ગગનમેં, ઇતને દુશ્મન હોયે, કિરપા હોયે જો રામકી, બાલ ન તોડે કોયે | અઘરામાં અઘરી મુશ્કેલી પણ ઈશ્વરકૃપાથી પાર કરી શકાય છે. |
જીતી બાંધી મૂઠી એટલી રહે છૂટ | જેટલી બાંધી મૂઠી એટલી છૂટ વધારે. |
જીતે ઇન્દ્રિય સરદાર હૈ, જિસકા જગ પર રાજ, જલો જિંદગી ઉસ નરકી, જો ઇન્દ્રિયકા દાસ | સુખી થવાનો રસ્તો ઇન્દ્રિયોને જીતવી એ છે. |
જીત્યાનાં વધામણાં | જીત્યાની બોલબાલા. |
જીભ ગાદીએ બેસાડે ને જીભ ખાસડાં ખવરાવે | વિચારીને બોલવું. |
જીભ ચઢાવે, ને જીભ પડાવે | સંયમી વાણીથી માનવી સુખી થાય ને આડેધડે બોલવાથી દુખી થાય. |
જીભ ચઢાવે, ને જીભ પાડે | સંયમી વાણીથી માનવી સુખી થાય ને આડેધડે બોલવાથી દુખી થાય. |
જીભ સો મણ ઘી ખાય તોયે ચીકણી ન થાય | કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો તોય વાંકી. |
જીભના નખ લેવડાવવા | વધેલા નખ કાપતા રહીએ એમ જીભ અંકુશમાં રાખતા રહેવું. |
જીભને કંઈ કાંટો છે કે જૂઠું બોલતાં અટકે? | જીભને કાંટો (ત્રાજવું) નથી કે માપીને બોલાય. |
જીભને કંઈ હાડકું નથી | જીભ આમ પણ ફરે છે ને તેમ પણ ફરે છે અર્થાત્ ગમે તેમ બોલે છે. |
જીભને દાંત ભળાવવા નહિ પડે | જીભની સંભાળ માટે દાંતની જરૂર નથી. |
જીભને દોજખમાં નાખવી | જીભથી એવું બોલીને નરકને પાત્ર થવું. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.