જાય તેની જગા ખાલી

Proverb Meaning
જાય તેની જગા ખાલી જનારનું સ્થાન જલદી પુરાતું નથી.
જાય તો મોં કાળું, ને નહિ તો હાથ કાળા કોઈના પૈસા જાળવતાં જો કોઈ માણસ તેને ગુમાવે છે તો તેણે પોતાનું મોં કાળું કર્યું હોય તેમ તેને લાગે છે અને જો તે નથી ગુમાવતો તો તેને જાળવતાં વારંવાર મળતા નફામાં તેના હાથ વધુ કાળા થાય છે.
જાય ત્યારે ઓછા કહેવાય, ને આવે ત્યારે વધારે કહેવાય રૂપિયા કમાઈએ તે ઓછા જ લાગે અને ખર્ચાય ત્યારે વધુ લાગે.
જાય બજાર ને ખાય પેંજાર બજાર જઈ અડપલું કરવા જાય તો મોજડીનો માર ખાઈ પાછો આવે.
જાયા તે જવાના જન્મ્યું તેનું મૃત્યુ નક્કી છે.
જાયા તે જાવાના જન્મ્યું તેનું મૃત્યુ નક્કી છે.
જાયા ત્યારે નાહ્યાતા, ને જઈશું ત્યારે નાહીશું નાહવું ધોવું પડતું મૂકી, હાથપગ ધોઈને ખાઈશું, નાહવું નહિ તેની ખોટી દલીલબાજી.
જારબાજરી સડે, કંઈ કોદરા સડે? કમજોરની વધુ કાળજી લેવી ઘટે.
જાળવતીની માતાના સો વરસના આવરદા જાળવે તેને પુણ્ય થાય ને સો વર્ષ જીવે.
જાળવતીની માતાના સોના આવરદા જાળવે તેને પુણ્ય થાય ને સો વર્ષ જીવે.
જાળવી રાખેલો પથરો પણ કામ લાગે સંઘર્યો સાપ પણ કામ લાગે.
જાળાં ત્યાં જંજાળ, કચરો ત્યાં કંકાશ, ઉકરડો ત્યાં છે ખર, ને ગટર ત્યાં છે ડાંસ ગંદકી રોગનું ઘર.
જાવું છે તો ઠાલે હાથે, માલ કોઈ છાતીએ બાંધી લઈ જતું નથી મરતાં બધું અહીં છોડીને જવાનું છે.
જિંદગી ધૂળ કરવી જીવ્યું હરામ કરવું.
જિસકે તડમેં લડ્ડુ, ઉસકે તડમેં હમ જ્યાં લાભ થાય ત્યાં ગોઠવાઈ જવું.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects