જાન હૈ તો જહાન હૈ

Proverb Meaning
જાન હૈ તો જહાન હૈ કોઈ નુકસાન કરે તેથી ગભરાવું નહીં, જીવતા હોઈશું તો બધું પાછું મળશે.
જાન, જોડું, ને વગોણું ત્રણે સરખાં જાન, જોડું (યુગલ) ને વગોણું ત્રણે સરખાં.
જાન, જોરું, ને જાતરા ત્રણે મોંઘાં ત્રણે મોંઘાં.
જાનને જમ્યાનો લાભ ને વરને પરણ્યાનો લાભ જાનૈયાને જમણ વહાલું ને વરને વહાલી કન્યા.
જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફૂઈ સઘળું કામ મારા થકી થાય છે એવો આડંબર કરવો.
જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફોઈ કોઈ ભાવ પૂછતું ન હોય છતાં બધામાં માથું મારવું.
જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફોઈ, ગાડાંમાં કોઈ લે નહિ ને દોડી દોડી મૂઈ કાર્યનો બધો ભાર પોતાના માથે છે એવા ભ્રમની વ્યક્તિ.
જાના હૈ રહેના નહિ, જાને બીસવે બીસ, એસી સેજ સોહાગ પર કોણ ગૂંથાવે શીશ મનુષ્ય દેહ નાશવંત છે માટે એની લાલપલા છોડવી.
જાની જાની સબ કોઈ કહે, પર જીકી જાની ન જાએ, જાનીસે જાની મિલે, તબ કુછ જાની જાએ (જાની જ્ઞાની) જ્ઞાનીને જ્ઞાની સાથે મળ્યાનો આનંદ થાય.
જાને જવું, ભોંયે સૂંવું, ને ભૂખે મરવું લગ્નની જાનમાં થોડી આપદાઓ પણ પડે.
જાનૈયાને જમણ વહાલું, ને વરને વહાલી કન્યા, ગોરને પણ કન્યા વહાલી, એ મોટો અન્યા (અન્યા અન્યાય) આ સૌ પોતપોતાના લાભનો જ વિચાર કરે છે.
જામીન થઈને ગાંઠનું ગોપીચંદન ઘસવું જામીન થઈને ઘરના પૈસા ખર્ચી ખુવાર થવું.
જામે જીતની બુદ્ધિ, ઉતની કહે બતાએ, વાકો બૂરો ન માનીએ, ઔર કહાંસે લાએ દરેક જણ પોતાની બુદ્ધિ જેટલી જ કામગીરી કરી શકે.
જાય ઝાઝાનું કે જાય વાંઝિયાનું જે કુટુંબ પાસે ઝાઝું હોય તેનું કે વંઝિયાનું ધન આડેધડે ગયા જ કરે.
જાય તે શોભામાં, ને રહે તે તોબામાં (જાય મરણ પામે, રહે જીવતું રહે) મરણ પામે તે શોભા વધારતું જાય ને જીવતું રહે તે હવે બહુ થયું એમ લાગે.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects