Proverb | Meaning |
જાગતો બમણું ઘોરે | દંભી માણસ પોતાને સાચો ઠેરવવા વધુ દંભ કરે. |
જાગતો બોલે, પણ કંઈ ઊંઘતો બોલે? | પાખંડી ઊંઘવાનો ઢોંગ કરે. |
જાગે જે કોઈ ધનનો ધણી, જાગે જેને ચિંતા ઘણી, જાગે રાત અંધારી ચોર, જાગે ઘન વરસાદે મોર, જાગે જેના ઘરમાં સાપ, જાગે જે દીકરીનો બાપ, જાગે જે કોઈ જપે જગદીશ, જાગે જેને દેવું શીશ, જાગે જેના દેહમાં દુખ, જાગે જેને લાગે ભૂખ | આટલાં લોક જાગતાં જ રહે. |
જાગે તે જીવે, ઊંઘે તે મરે | જાગ્યા સો પાયા, સોયા સો ખોયા. |
જાગ્યા ત્યાંથી સવાર | ભૂલ સમજાતાં તરત જ સુધારી લેવી જોઈએ; દોષ દેખાય કે તરત જ છોડવો. |
જાગ્યા ત્યાંથી સવાર, સૂતા ત્યાંથી રાત | નવા અનુભવથી નવી જિંદગી શરૂ કરવી. |
જાગ્યા સો પાયા, સોયા ખોયા | જાગતો રહે તેને સર્વ કંઈ મળે. સૂતો રહે તે બધું ગુમાવે. |
જાગ્યો વાયદો જુલાઈનો | વાયદે ચઢાવવું. |
જાચક, માગણ, કૂતરું બાંધી બેસે દ્વાર, ખાય પણ ખસે નહિ, લાજે નહિ લગાર | જાચક, માગણ ને કૂતરું ખસેડ્યાં ખસે નહિ તેવાં હોય છે. |
જાડી ચામડી હોવી | કઠણ દિલ હોવું. |
જાણ આગળ થઈએ અજાણ, તત્ત્વ લઈએ તાણી, તે થાય જો આગ, તો આપણ થઈએ પાણી | જ્ઞાની પાસેથી અજ્ઞાની થઈને જ્ઞાન મેળવવું. |
જાણ, જાગરણ, ને જાત્રા એ ત્રણની જરૂર | જ્ઞાન, જાગૃતિ, ને જાત્રા ત્રણે જોઈએ. |
જાણપણાં જગ દોહ્યલાં ધન તો કાલા ઘેર હોય | શાણપણ બધે નથી હોતું જ્યારે પૈસો તો કાલાઘેલાને ઘેર પણ હોય છે. |
જાણીએ તો હસવું, ને નહિ તો ખસવું | હસી કાઢવું અને ત્યાંથી ખસી જવું. |
જાણીતાને લાખ, ને અજાણ્યાને સવા લાખ | લોભામણી જાહેરાત. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.