Idiom | Meaning |
ગ્રહણ કરવું | લેવું. (૨) સ્વીકારવું. (૩) સમઝવું. |
ગ્રહણ કરવું | (૧) કબૂલ કરવું. (૨) સમજવું. (૩) સ્વીકારવું. |
ગ્રહણ કાઢવું | (૧) ઘર ધોળી કરી સાફ કરવું. (૨) ઘર લીંપવું, વાળવું, ઝાડવું વગેરે; કલેડાં, કોડિયાં વગેરે કાઢી નાખવાં, તમામ વપરાતાં કપડાં ધોવાં વગેરે. |
ગ્રહણ લાગવું | સૂર્ય કે ચંદ્રને ચંદ્રનું અને પૃથ્વીનું આડે આવવું એ (જૂની માન્યતા પ્રમાણે રાહુ અને કેતુથી ગ્રહણ થવું.) |
ગ્રહણ વખતે સાપ કાઢવો | અણીને પ્રસંગે નડતર ઊભું કરવું, કવેળા મુશ્કેલી ઊભી કરવી. |
ગ્રહણ વખતે સાપ કાઢવો | કામને વખતે વચ્ચે મુશ્કેલી કે આડી વાત ખડી કરવી. |
ગ્રહણ વેળા સાપ કાઢવો | છેલ્લી ઘડીએ મુસીબત ઊભી કરવી. |
ગ્રહણ વેળાએ સાપ કાઢવો | જે વખતે જે કામ થઈ શકે નહિ તે વખતે તે કામને ઊભું કરવું. |
ગ્રહણનું મેલાણ થવું | છુટકારો થવો; ગ્રહણ છૂટવું. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.