Gujaratilexicon

શ્રી યંત્ર શા માટે સ્વીકૃત અને શ્રેષ્ઠ છે?

September 30 2019
Gujaratilexicon

શ્રી યંત્ર શા માટે સ્વીકૃત અને શ્રેષ્ઠ છે?

દરેક માનવશરીરના કુંડલિનીના ગર્ભમાં મહા કુંડલિનીનું સર્જન થાય છે.  
ધર્મગ્રંથો જણાવે છે કે માનવીનું સર્જન એ પરમેશ્વરનું અંતિમ સર્જન છે. પરમેશ્વરે પોતાની છબી મુજબ માનવનું સર્જન કર્યું છે.

માનવ શરીરમાં મસ્તિષ્ક અને કરોડરજ્જુના નિર્માણ બાદ ચક્ર, પ્રાણ, નાડી વગેરેનું ક્રમશ: સર્જન થાય છે.

દરેક વ્યક્તિ એ હાલતુંચાલતું વિશ્વ છે અને માનવશરીરમાં બધા તત્ત્વો મોજૂદ હોય છે. શ્રી યંત્ર અને માનવ શરીરના સાત ચક્રો એકબીજા સાથે જોડાયેલા, એકબીજા પર આધારિત અને સંકળાયેલા છે. તેઓ મુખ્ય શક્તિ કરતાં અલગ દિશામાં વર્તતા નથી.

આત્મા એ શરીરનો એક ભાગ છે તે રીતે શ્રી યંત્ર એ અધિશક્તિનો એક ભાગ છે.

શ્રી યંત્રના ચક્રો સાત ચક્ર સાથે નીચે દર્શાવ્યા પ્રમાણે મળતા આવે છે.  
શ્રી ચક્ર                    સાત ચક્ર
બિંદુ                       અંજ
ત્રિકોણ                    લમ્બિકા
અષ્ટકોણ                 વિશુદ્ધ
પ્રથમ દશકોણ-             અનંત
દ્વિતીય દશકોણ              મણિપુર
૧૪ ત્રિકોણો                 સ્વધિષ્ઠાન
૮ પટેલ                    મૂલધાર
૧૬ પટેલ                   વિશુવા
ભુપુર                     અકુલ  
 
અંજ, વિશુદ્ધ, અનંત, મણિપુર, સ્વધિષ્ઠાન અને મૂલધાર અનુક્રમે મસ્તિષ્ક, અવકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી સાથે સંકળાયેલા છે.  

આ બંધારણ બાદ કરોડરજ્જુના નીચલા સ્તરે કુંડલિની સુષુપ્ત બને છે. માનવ શરીર એ મહા શ્રી યંત્ર છે.  

શ્રી યંત્રની જેમ માનવી પણ દેવી કે દેવતા જેવું ભૌતિક અને નાજુક બંધારણ ધરાવે છે. બાહ્ય શ્રી યંત્રની પૂજા એ માત્ર આંતરિક શ્રી ચક્રને જાગૃત કરવાના સાધન તરીકે વપરાય છે. આ જીવ અને શિવનું જોડાણ છે.  

બાહ્ય રીતે શ્રી યંત્રની પૂજા કરવાથી તે સમયે જીવ અને શરીરના બાહ્ય જોડાણના વ્યક્તિના પ્રયત્નથી તે આધ્યાત્મિક કેન્દ્રની વધુ નજીક જઈ શકે છે.
 
આ ઘણાં વર્ષોની લાંબી પ્રકિયા છે.  

શક્તિપાત દ્વારા તે વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરે છે અને કુંડલિની શક્તિ જાગૃત કરે છે અને તે જાગૃત થતાં આ શક્તિ ચક્રોને વીંધીને શિવ અને સહસ્ર સાથે જોડાય છે અને આ રીતે આત્માની મોક્ષ –મુક્તિ સુધીની યાત્રા પૂર્ણ થાય છે. તેથી શ્રી યંત્ર શ્રેષ્ઠ છે.  

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

ડિસેમ્બર , 2024

22

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects