મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઈશ્વરની પ્રાર્થનામાં લીન રહે છે.
જ્યારે મોહમ્મદ પૈંગબરે ધાર્મિક ગ્રંથ કુરાન અંગે જાણ્યું એ મહિનો રમઝાન હતો. પ્રભુએ આ પૈંગબરને પોતાના સંદેશાવાહક તરીકે પસંદ કર્યા, જેમણે કુરાન ગ્રંથ બનાવ્યો. રમઝાન મહિનાના અંતિમ દિવસોને ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસો દરમિયાન પૈંગબરે ગ્રંથને પૂર્ણ કર્યો હતો. મોહમ્મદ પૈંગબરનો જન્મ સંત તરીકે થયો હતો, પરંતુ તેમના સમયમાં ઘણી જ હિંસા હતી. અને તેમની આસપાસના લોકો જે રીતે જીવી રહ્યાં હતા તેનાથી તેઓ નિરાશ અને શરમજનક લાગણી અનુભવતા હતા. પોતાની આસપાસની દુનિયાને જોઈને તેઓ એકાંતવાસ ગાળવા જંગલમાં જતા રહ્યાં હતા. જે દરમિયાન તેમણે માઉન્ટ હિજરામાં દિવસ અને રાતો વિતાવી અને એ દરમિયાન ઉપવાસ કર્યો અને પ્રભુને પ્રાર્થના કરી. આખરે પ્રભુ તેમના પર પ્રસન્ન થયા અને તેમને પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવ્યો. પ્રભુએ જ્ઞાનના સાચા પ્રકાશને વહેતો કરવા માટે તેમની પસંદગી કરી હતી. એટલા માટે લોકો રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે અને બુરાઈઓને પોતાના જીવનમાંથી દૂર કરે છે.
દરેક ધર્મમાં ઉપવાસ એ પ્રભુને મેળવવા માટેનો એક એવો પર્વ છે, જેમાં માનવી પોતાના તમામ સાંસારિક સુખોથી દૂર રહે છે. એક સામાન્ય વ્યક્તિ હંમેશા પોતાની જવાબદારીઓ સાથે બંધાયેલો હોય છે અને તેવા સમયમાં પ્રભુને પામવા માટેનો તેની પાસે યોગ્ય અને જોઇએ તેટલો સમય રહેતો નથી, ત્યારે તે ઉપવાસ કરીને એ વ્યક્તિ ભોજન પ્રત્યેના પોતાના આકર્ષણને ઘટાડીને સંપૂર્ણપણે પ્રભુમાં તલ્લીન થઇ જાય છે. સવારના સમયે ભોજન લેવાનો અર્થ થાય છે કે તે વિશ્વની દૂર છે અને સંપૂર્ણપણે પ્રભુમાં લીન છે, જ્યારે રાત્રી સમયે ભોજન લેવાનો અર્થ છે, જે વિશ્વ દેખાઈ રહ્યું છે તેનાથી પોતાને દૂર કરીને પોતાની અંદરના આધ્યાત્મિક વિશ્વમાં દાખલ થવું.
-One India Gujarati (http://bit.ly/1rgIEOr)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.