Gujaratilexicon

પિતૃઋણ ચૂકવવાનું પર્વ – શ્રાદ્ધ

September 09 2014
GujaratilexiconGL Team

હિંદુ ધર્મ પ્રમાણે સુદ ભાદરવી પૂનમથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઈ જાય છે અને વદ અમાસ સુધી ૧૬ દિવસ ચાલે છે. આ શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસો દરમિયાન લગ્નો વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતાં નથી. શ્રાદ્ધપક્ષ દરમિયાન સોના-ચાંદી વગેરે કિંમતી ચીજવસ્તુઓની ખરીદીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે.

શ્રાદ્ધપક્ષનો સંબંધ મૃત્યુ સાથે છે. આ જ કારણે આ અશુભ કાળ માનવામાં આવે છે. જે રીતે પોતાના પરિજનના મૃત્યુ પછી આપણે શોકાતુલ અવધિમાં રહીએ છીએ અને આપણા અન્ય શુભ, નિયમિત મંગલ વ્યવસાયિક કાર્યોને વિરામ આપી દઈએ છીએ એ જ ભાવ પિતૃપક્ષ સાથે જોડાયેલો છે.

આ સમયમાં આપણે પિતરો સાથે અને પિતરો આપણી સાથે જોડાયેલા રહે છે. તેથી અન્ય શુભ માંગલિક શુભારંભ જેવાં કાર્યોને વંચિત મૂકીને આપણે પિતરો પ્રત્યે પૂર્ણ સન્માન અને એકાગ્રતા બનાવી રાખીએ છીએ.

હિંદુ ધર્મના ઈશ્વરપ્રાપ્તિ મૂળભૂત સિદ્ધાંતોમાંનું એક એટલે પિતૃઋણ ચૂકવવું. માતા-પિતા તેમજ સ્વજનોના અવસાન પછીની યાત્રા સુખમય થાય તેમજ તેમને સદ્ગતિ મળે એ માટેનો ધાર્મિક સંસ્કાર એટલે શ્રાદ્ધ.

શ્રાદ્ધમાં પિતૃઓને હર્વિભાગ આપવામાં આવતો હોવાથી તે સંતુષ્ટ થાય છે તેવી માન્યતા છે. શ્રાદ્ધના સમય દરમિયાન દાન-દક્ષિણા કરવાનો, કૂતરાં-ગાય વગેરે અબોલ પ્રાણીઓ તેમજ કાગને ભોજન આપવાનો પણ મહિમા છે. શ્રાદ્ધવિધિને કારણે પિતરોના ત્રાસ સામે આપણું રક્ષણ થઈને જીવન સુસહ્ય થવામાં સહાયતા થાય છે. સામાન્યપણે દર વર્ષે મનુષ્યના મૃત્યુની તિથિના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. સ્વજનની મૃત્યુતિથિનો ખ્યાલ ન હોય અને ફક્ત મહિનાનો ખ્યાલ હોય તો એ સમયે તે મહિનાના અમાસના દિવસે શ્રાદ્ધ કરવું તેમ શાસ્ત્રવિદોનું માનવું છે.

ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદોના મતે ઘરમાં શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.

શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવામાં આવે છે. ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં સાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે ઉપયોગમાં લેવાય છે. વાયુમંડળ શુદ્ધ થઈને પિતરોને શ્રાદ્ધસ્થાને પ્રવેશ કરવામાં સરળતા રહે તેના માટે શ્રાદ્ધમાં ભાંગરો-તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

શ્રાદ્ધ ગણના તિથિ કેલેન્ડર

શ્રાદ્ધપક્ષ ભાદ્ર શુક્લ પૂર્ણિમાથી શરૂ થઈને કૃષ્ણ અમાસ સુધી હોય છે. આ સમયમાં 16 તિથિઓ હોય છે અને આ તિથિઓમાં દરેકનું મૃત્યુ થાય છે.

સૌભાગ્યવતી સ્ત્રીનું મૃત્યુ પર નિયમ છે કે તેનું શ્રાદ્ધ નવમી તિથિના રોજ કરવું જોઈએ. કારણ કે આ તિથિના રોજ શ્રાદ્ધપક્ષમાં અવિધવા નવમી માનવામાં આવે છે. નવની સંખ્યા ભારતીય દર્શનમાં શુભ માનવામાં આવે છે. સંન્યાસીઓ માટે શ્રાદ્ધની તિથિ દ્વાદશી માનવામાં આવે છે.

શાસ્ત્ર દ્વારા માર્યા ગયેલા લોકો માટેની તિથિ ચતુર્દશી માનવામાં આવી છે.

શ્રાદ્ધમાં  કાગડા-કૂતરા અને ગાયનું મહત્ત્વ

શ્રાદ્ધ પક્ષમાં પિતરો, બ્રાહ્મણ અને પરિજનોના ઉપરાંત પિતરોના નિમિત્ત ગાય, શ્વાન અને કાગડા માટે ગ્રાસ કાઢવાની પરંપરા છે.

– ગાયમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેથી ગાયનુ મહત્ત્વ છે.

– શ્વાન અને કાગડા પિતરોના વાહક છે. પિતૃપક્ષ અશુભ હોવાથી અવવિષ્ટ ખાનારાને ગ્રાસ આપવાનું વિધાન છે.

– બંનેમાંથી એક ભૂમિચર છે. બીજો આકાશચર. ચર એટલે કે ચાલનારો બંને ગૃહસ્થોના નિકટ અને બધા સ્થાન પર જોવા મળનારા છે.

– શ્વાન નિકટ રહીને સુરક્ષા પ્રદાન કરનારો છે અને નિષ્ઠાવાન માનવામાં આવે છે તેથી પિતૃનુ પ્રતીક છે.

– કાગડા ગૃહસ્થ અને પિતૃની વચ્ચે શ્રાદ્ધમાં આપવામાં આવેલ પિંડ અને જળના વાહક માનવામાં આવે છે.

 

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects