Gujaratilexicon

મહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી

August 21 2020
Gujaratilexicon

આજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું.

ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે.  તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ છે. ઉપનિષદમાં તેને એક જ દેવ તરીકે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ રૂપ વર્ણન વર્ણવ્યા છે.

શિવની સ્તુતિ રૂપે રચિત આ મહાન મંત્રનો ઉલ્લેખ ઋગવેદમાં જોવા મળ્યો છે. એથી એને મહામૃત્યુંજય મંત્ર(Maha Mrityunjaya Mantra) એટલે કે મૃત્યુ ઉપર વિજયનો મંત્ર કહેવાયો છે.

આ મંત્રના ઘણા નામ અને રૂપ છે. કેટલાક એને રૌદ્ર મંત્ર કહે છે કેમકે તે શિવની રૂદ્ર સ્વભાવની રજૂઆત કરે છે. ત્ર્યંબકમ એ શિવની ત્રણ આંખોનો સંકેત આપે છે. કહેવાય છે કે શુક્રાચાર્ય ઋષિએ પોતાના તપ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને તેમણે મૃત્યુ પામેલાને સજીવન કરી શકે તેવા સંજીવની મંત્રની રચના કરી હતી જે શિવ દ્વારા તેમને અપાયેલ જીવન-બહાલ વિદ્યાનું આ મંત્ર એક રૂપ છે. ગાયત્રી મંત્ર જેટલું જ મહત્ત્વ આ મંત્ર ધરાવે છે.

આ પણ વાંચો : શિવના હજાર નામની યાદી (Refer Bhagwadgomandal, meaning No 26)

મહામૃત્યુંજય મંત્રની શક્તિ (Power Of Maha Mrityunjaya Mantra)

જો તમે સાચી શ્રદ્ધા અને સમર્પણથી ભગવાન શિવની પૂજા કરો તો ભોલેનાથ બહુ સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તને વરદાન આપતા હોય છે. શિવપૂજાના વિવિધ મંત્રોમાં મહામૃત્યુંજય મંત્ર સર્વ શક્તિમાન મંત્ર કહેવાયો છે.

મહામૃત્યુંજય મંત્ર (Maha Mrityunjaya Mantra)
મહામૃત્યુંજય મંત્રનો અર્થ (Maha Mrityunjaya Mantra Meaning)

ભગવદ્ગોમંડલ પ્રમાણે મહામૃત્યુંજય એટલે શિવ, શિવનો એક મંત્ર. એટલે કે મૃત્યુ ઉપર વિજય મેળવનારો એક શિવમંત્ર.

 એ પરબ્રહ્નસ્વરૂપ ભગવાન શિવ કે પરમતત્વનું આકૃતિમાં કંડારેલું પ્રતીક છે; રુદ્ર અને ત્રયંબક. ‘રુદ્ર’ એટલે ભયંકર સ્વરૂપ ધારણ કરી અનિષ્ટો અને અત્યાચારોનો વિનાશ કરનાર. પાછળથી પુરાણોમાં ‘રુદ્ર’નું સૌમ્ય-શાન્ત કલ્યાણકારી વ્યક્તિત્વ પ્રગટે છે, અને તે ‘શિવ’, ‘શંભુ’ કે ‘શંકર’ કહેવાયા. રુદ્રદેવના ઉગ્ર સ્વરૂપમાંથી ‘મૃત્યંજય મહાદેવ’ કે ‘મહાકાલ દેવતા’નું સ્વરૂપ બંધાયું. તે ‘મહાકાલેશ્ર્વર’ કહેવાયા અને તેમનાં મહાશક્તિ ‘કાલિકા’ કહેવાયા.
‘ત્રયંબક’ શબ્દના મુખ્ય બે અર્થ થાય : ત્રણ આંખોવાળા અને ત્રણ પ્રકારના ભયમાંથી બચાવનાર. પુરાણોમાં તે ‘ત્રિલોચન’ કે ‘ત્રયંબકેશ્ર્વર’ કહેવાયા છે. શિવપુરાણની શિવ-પાર્વતીના વિવાહની કથામાં કહ્યું છે કે હિમાલયના શિખર ઉપર સમાધિમાં બેઠેલા શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને એની અગ્નિમાં સમાધિમાં ભંગ પાડનાર પ્રેમના દેવ કામદેવને ભસ્મ કરી નાખેલો; ત્યારથી મહાદેવ ‘ત્રિલોચન’ કહેવાયા.

મહામૃત્યુંજય મંત્રનું મહત્ત્વ (Importance Of Maha Mrityunjaya Mantra)

પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રોમાંનો એક છે. આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થય માટે લાભકર્તા છે. એવું કહેવાય છે કે આ મંત્રમાં મૃત્યુ પામેલાને ફરી સજીવન કરવાની શક્તિ રહેલી છે.

આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ થાય છે.

આ પણ વાંચો : મહાશિવરાત્રી – શિવભક્તિનું પર્વ

દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરી તે દૂધ પી જવાથી યૌવનની સુરક્ષામાં મદદ મળે છે. આવા ચમત્કારિક અને શક્તિમાન મંત્રનો જાપ પણ અમુક ચોક્કસ રીતે અને સમયે કરવામાં આવે તો જ તે ફળદાયી બને છે. નીચે આપેલી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરી શકાય છે.

જન્મકુંડળી પ્રમાણે જો જન્મ, ગોચર અને દશા, અંતર્દશા, સ્થૂળદશા વગેરેમાં પીડાના યોગ હોય

કોઈ મહારોગને કારણે પીડીત હોય તો, કોઈ મહામારીને કારણે લોકો મરી રહ્યા હોય

રાજ્ય અને સંપત્તિ ગુમાવવાનો ભય હોય અથવા ધનની હાનિ થઈ રહી હોય

મન ધાર્મિક કાર્યોથી વિમુક્ત થઈ ગયું હોય વિગેરે… વિગેરે…..

મહામૃત્યુંજય જપ કરવો ખૂબ જ લાભદાયી છે, પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આ મંત્રનો સંપૂર્ણ લાભ મળે અને અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા ન રહે.

જાપ કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો :
  • ઉચ્ચારણ શુદ્ધતા હોવી જોઈએ
  • નિશ્ચિત સંખ્યામાં જાપ કરો, પહેલાં દિવસ કરતાં બીજા દિવસના મંત્રો ઓછા ન હોવા જોઈએ. તેનાથી વધારે જાપ કરો.
  • મંત્રનું ઉચ્ચારણ હોઠથી બહાર ન આવવું જોઈએ.
  • જાપ સમય દરમ્યાન ધૂપ અને દીપક હંમેશા ચાલુ રહેવા જોઈએ
  • રૂદ્રાક્ષની માળા પર જ જાપ કરો.
  • માળાને ગોમુખીમાં જ રાખો અને જ્યાં સુધી જાપ પૂર્ણ ન થાય ત્યાં સુધી માળાને ગોમુખીમાંથી બહાર ન કાઢશો.
  • જાપ કરતી વખતે ભગવાન શિવની મૂર્તિ, ફોટો, શિવલીંગ કે મહામૃત્યુંજય યંત્ર પાસે રાખવું જરૂરી છે.
  • મહામૃત્યુંજયના બધા જ જાપ આસન પર બેસીને કરો.
  • જાપ કરતી વખતે દૂધમાં ભેળવેલ પાણી વડે શિવજીનો અભિષેક કરતાં રહો કે તેને શિવલીંગ પર ચઢાવતાં રહો.
  • મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને કરો અને શક્ય હોય તો સવારના સમયે આ મંત્રનો જાપ કરવો.
  • જે સ્થાન પર જાપ વગેરે જેવા શુભકાર્યો થતાં હોય ત્યાં બેસીને જ જાપ કરવા.
  • જાપ કરતી વખતે ધ્યાન મંત્રમાં જ હોવું જોઈએ મનને આમ તેમ ભટકવા ન દેશો
  • જાપ કરતી વખતે આળસ અને બગાસુ ન ખાવું કે નકામી વાતો ન કરવી.
  • મદીરા પાન ન કરવું અને શાકાહારી ભોજન જ કરવું.

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects