Gujaratilexicon

Solar Eclipse – વર્ષ 2019નું છેલ્લું સૂર્ય ગ્રહણ

December 26 2019
GujaratilexiconGL Team

Solar Eclipse અર્થાત સૂર્ય ગ્રહણ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવવાથી કે સૂર્યગ્રહણ રચાય છે.

ભગવદ્ગોમંડલ કોશમાં ગ્રહણ વિશે કહેવાયું છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર કે કે ચંદ્ર વચ્ચે પૃથ્વીના આવવાથી સૂર્ય કે ચંદ્રનું ઘેરાવું અથવા ગ્રસાવું તે. ૧૮ સૌર વર્ષ અને ૧૧ દિવસ એટલા વખતમાં જે જે ગ્રહણ જે ક્રમે થાય તે જ બહુ કરીને તે જ ક્રમથી તેટલા કાળમાં થાય છે. ચાંદ્ર સૌરમાનને હિસાબે કોઈ વાર આ કાળમાં ૧૮ વર્ષ થાય છે તો કોઇ વાર ૧૮ વર્ષ અને એક ચાંદ્રમાસ થાય છે.

ગ્રહણ વિશેનો વિસ્તૃત અર્થ જાણવા અહીં ક્લિક કરો.

શબ્દકોશ પ્રમાણે સૂર્યગ્રહણ એટલે ચંદ્ર આડે આવવાથી સૂર્યબિંબનું ઢંકાવું કે ગ્રહણ થવું તે. અમાવાસ્યાને દિવસે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર જ્યારે એક લીટીમાં આવે છે ત્યારે ચંદ્ર જે અપારદર્શક ગોળ વસ્તુ છે તેના પડછાયામાં પૃથ્વી પ્રવેશ કરે છે અને તે વખતે પૃથ્વી ઉપરના લોકોને ચંદ્ર આડે આવવાથી સૂર્યનું દર્શન થતું નથી. તેથી તેઓ સૂર્યના આવા દર્શનને સૂર્યગ્રહણ થયેલું ગણે છે. આ વખતે ચંદ્રની પીઠ પૃથ્વીના લોકો તરફ હોય છે. પૃથ્વીના જે ભાગ આગળ ચંદ્રની છાયા વિશેષ હોય છે ત્યાં સૂર્યનું ગ્રહણ ખગ્રાસ થયેલું જણાય છે અને તે મુખ્ય છાયાની આસપાસના છાયાકલ્પ પ્રદેશોમાં સૂર્યનું ખંડગ્રહણ થયેલું દેખાય છે. કોઈ વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર એક લીટીમાં, પણ એવી રીતે દૂર આવી જાય છે કે તેની પ્રત્યક્ષ છાયા પૃથ્વી ઉપર ન પડતાં તે છાયા ઊલટી પડે છે. ત્યારે તે છાયા જ્યાં પડે છે તે સ્થળના પૃથ્વી ઉપરના લોકોને સૂર્યનું કંકણ ગ્રહણ થયેલું જણાય છે અને છાયાકલ્પના પ્રદેશોમાંથી સૂર્યનું ખંડ ગ્રહણ થયેલું જણાય છે.

વર્ષ 2019માં આ વર્ષનું ત્રીજું અને છેલ્લું સૂર્યગ્રહણ (Solar Eclipse) છે. 26 ડિસેમ્બર 2019નું આ ગ્રહણ કંકણાકૃતિ ગ્રહણ તરીકે ઓળખાય છે અને આ ગ્રહણ ભારત ઉપરાંત એશિયાના કેટલાંક દેશો, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોઈ શકાશે. સવારના 8 વાગ્યા આસપાસ શરૂ થનારું આ ગ્રહણ 9.15 આસપાસ ઉચ્ચતમ હશે અને 11 વાગ્યા આસપાસ પૂરું થશે. વળી આ સૂર્યગ્રહણને કારણે 15 દિવસ બાદ એટલે કે તા. 10 જાન્યુઆરી 2020ના રોજ ચંદ્રગ્રહણ થશે.

કેટલીક ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગ્રહણના દિવસે મંદિરો સૂર્યગ્રહણ વખતે માંગલિક રાખવામાં આવે છે. તો વળી ઘણાં ગ્રહણ બાદ દાન કરવું શુભ માને છે. કેટલાંક લોકો ગ્રહણ દરમ્યાન ઘરેથી બહાર નીકળવાનું ટાળે છે અને આ સમયગાળા દરમ્યાન પોતાના ઇષ્ટદેવનું (Gujarati to English meaning of ઇષ્ટદેવ : god of one’s faith)પૂજન કરતાં હોય છે. અગાઉના સમયમાં ગ્રહણ પત્યા બાદ મસાલાના ખાનામાં રહેલા મસાલા નાખી દઈ અને નવા મસાલા ભરતી હતી.

નરી આંખે ગ્રહણ જોવું હિતાવહ નથી. હવે તો ઘણી બધી જગ્યાએ ગ્રહણ જોવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રહણ એક અવકાશીય ખગોળીય ઘટના છે અને દરેક લોકોના માટે તેનું મહત્ત્વ અલગ અલગ હોઈ શકે છે.

  • મૈત્રી શાહ

આ પણ જુઓ : ગ્રહણ સાથે સંકળાયેલા કેટલાંક રૂઢિપ્રયોગો

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

ડિસેમ્બર , 2024

ગુરૂવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects