જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં (૨) પડવે પંડિત મા, જયો જયો મા જગદંબે
દ્વિતીયા બે સ્વરૂપ શિવશક્તિ જાણું, મા શિવશક્તિ જાણું,
બ્રહ્મા ગણપતિ ગાઓ (૨) હર ગાએ હર મા. જયો જયો મા જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં,
દયા થકી તરવેણી (૨) તું તરવેણી મા. જયો જયો મા જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાય્પાં,
ચાર ભૂજા ચૌદિશા(૨) પ્રગટ્યાં દક્ષિણમાં. જયો જયો મા જગદંબે
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણપદ્મા, મા પંચમી ગુણપદ્મા,
પંચ તત્ત્વ ત્યાં સોહીએ (૨) પંચે તત્ત્વો મા. જયો જયો મા જગદંબે
ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, મા મહિ ષાસુર માર્યો,
નર નારીના રૂપે (૨) વ્યાપ્યાં સઘળે મા. જયો જયો મા જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા, મા સાવિત્રી સંધ્યા,
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા. જયો જયો મા જગદંબે
અષ્ટમી અષ્ટ ભૂજા, મા આઈ આનંદા, મા આઈ આનંદા,
સુરવર મુનિવર જન્મયા (૨) દેવ દૈત્યો મા. જયો જયો મા જગદંબે
નવમી નવકુળ નાર સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા,
નવરાત્રિનાં પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હરબ્રહ્મા. જયો જયો મા જગદંબે
દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો મા. જયો જયો મા જગદંબે
એકાદશી અગિયારસ કાત્યાયનિકા મા, મા કાત્યાયનિકા મા,
કામ દુર્ગા કાલિકા (૨) શ્યામા ને રામે. જયો જયો મા જગદંબે
બારસે બાળા રૂપ બહુચરી અંબા મા, મા બહુચરી અંબા મા,
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા. જયો જયો મા જગદંબે
તેરસે તુળજા રૂપ તમે તારુણી માતા, મૈયા તમે તારુણી માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા. જયો જયો મા જગદંબે
ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા,
ભાવ ભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા, જયો જયો મા જગદંબે
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા,
વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યાં, ગાઈ શુભ કવિતા. જયો જયો મા જગદંબે
સંવત સોળ સત્તાવન સોળસે બાવીસમાં, મા સોળસે બાવીસમાં,
સંવત સોળે પ્રગટ્યાં, રેવાને તીરે, મા ગંગાને તીરે. જયો જયો મા જગદંબે
ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી. જયો જયો મા જગદંબે
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે ભવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે, મા અંબા દુ:ખ હરશે. જયો જયો મા જગદંબે
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો,
ભોળા અંબામાને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો. જયો જયો મા જગદંબે
ભાવ ન જાણું ભક્તિ ન જાણું, નવ જાણું સેવા….મા (૨)
વલ્લ્ભ ભટ્ટને આપી, એવી અમને આપો ચરણોની સેવા. જયો જયો મા જગદંબે
તરવેણી – ત્રણ નદીઓ કે વહેળા મળતાં હોય તેવું સ્થાન, ત્રિવેણી
સચરાચર – જંગમ અને સ્થાવર, ચેતન અને જડ
સહસ્ત્ર – દસ સોની સંખ્યાનું. (૨) પું○ ઔદીચ્ય બ્રાહ્મણોનું એ નામનું મુખ્ય યૂથ, ઔદીચ્ય સહસ્ત્ર. (સંજ્ઞા.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં