Gujaratilexicon

વિધાતાએ દીકરી ઘડી

November 19 2013
Gujaratilexicon

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે

કસબી હાથેથી એણે કરી શી કમાલ !

રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું

ખજાનો ખુટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માગી લીધો મલકાટ

અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર,

ચપટીક રજ લીધી નખેતર તણી

અને દીકરીને આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં

તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક

સૂરજનાં ધોળાંફૂલ હાસ ને હુલાસા દીધાં

જોઈ કારવીને કીધું, હવે કાં’ક ઠીક.

વિધાતાએ દીકરી ઘડી ને વળી જોઈ

વારે વારે હસું હસું થાય હૈયે એને હાશ,

હર માવતર કાજે હર્યુંભર્યું હોત,

નર્યું નીતર્યું જોઈ એનું મુખ, ધર્યું આ સુખ.

ઉપરોક્ત કવિતા અંગ્રેજીની ખૂબ પ્રચલિત રચના છે અને શ્રી મકરન્દ દવે દ્વારા કરાયેલો તેનો અનુવાદ પણ એટલો જ મનોહર અને સુંદર છે. દીકરીઓ વિશેની અનુવાદિત કૃતિઓમાં આ રચનાનું સ્થાન અદ્વિતીય છે અને અનુવાદની સૌથી સરસ વાત એ છે કે પ્રસ્તુત કવિતા આપણી  ગુજરાતી ભાષામાં જ રચાઈ હોય એટલી જ અસરકારક અને પોતીકી લાગે છે.

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati):

ખાંતે – જાણી જોઇને.

ખલક – દુનિયા, આલમ, જગત, વિશ્વ, લોક

સુદૂર – ઘણું જ દૂર, બહુ છેટે

નખેતર – નક્ષત્ર. (૨) વિ○ હલકી વર્ણનું, નક્ષત્રી. (૩) દયા વિનાનું

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects