5 મી સપ્ટેમ્બર એટલે “રાષ્ટ્રીય શિક્ષક દિન”. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં “શિક્ષકદિન” તરીકે ઊજવાય છે. મિત્રો, તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ એટલે ‘શિક્ષક દિન’
આવા ગરિમાયુક્ત દિવસે વિવિધ શાળાઓ-મહાશાળાઓમાં પણ ઠેર-ઠેર ઉજવણી થાય છે. કે.જી, બાલવર્ગના વિદ્યાર્થીઓથી માંડીને ધો-12 અને કોલેજના વિદ્યાર્થીઓ જે-તે વિષયના શિક્ષકની ગરિમાને છાજે તેવા વસ્ત્ર પરિધાન કરી શિક્ષકની ભૂમિકા નિભાવે છે. જ્યારે તેમના જ સહાધ્યાયીઓ એક દિવસ પૂરતું આ શિક્ષકો પાસેથી અભ્યાસલક્ષી પાઠોનું ગ્રહણ કરશે અને ગુરુ-શિષ્ય, શિક્ષક-વિદ્યાર્થીના સંબંધનું સાયુજ્ય રચશે.
શિક્ષકદિન નિમિત્તે ખાસ તો બાળ અને યુવા વિદ્યાર્થિઓ માટે એક સંદેશ પહોંચાડવાની ઇચ્છા છે કે તેઓ જ આવતી કાલના ભારતના ઘડવૈયા છે. તેઓ જેવા ભાવથી ભારતની મૂર્તિ ઘડશે તેવા જ ભાવવાળી મૂર્તિ ઘડાશે અને આપણને હંમેશાં પ્રસન્ન અને મનોહર મૂર્તિ જ ગમે છે તો આપણે ભારતની પણ આવી જ મૂર્તિ ઘડવા માટે તત્પર રહી અને પોતાનાં કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવીને માતૃભૂમિનું ઋણ અદા કરીએ.
આપ સૌને ગુજરાતીલેક્સિકોન તરફથી શિક્ષક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
સાયુજ્ય – જોડાઈ જવું એ, જોડાણ. (૨) ચાર પ્રકારના મોક્ષમાંનો પરમતત્ત્વ સાથે જોડાઈ જવાના પ્રકારનો મોક્ષ.
અમીટ – આંખનો પલકારો માર્યા વિના, અનિમેષ
ગરિમા – ગૌરવ, મહત્તા. (૨) આઠ સિદ્ધિઓમાંની એક, મોટો આકાર ધારણ કરવાની શક્તિ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.