27મી ઑગસ્ટ, 1993નો દિવસ અહિંસા અને જીવદયા પ્રેમીઓ માટે આઘાતજનક હતો. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં કેટલાંક હિંસક અને સ્વાર્થી તત્ત્વોએ હિંસાનો જે ખેલ માંડ્યો, તેણે જીવદયા પ્રેમીઓનાં રુંવાડાં ઊભાં કરી નાંખ્યાં. તે વખતે આ મુટ્ઠીભર સ્વાર્થી તત્ત્વોને લાગ્યું હશે કે એક ગીતાબેન રાંભિયાને ખતમ કરી દેતાં તેમનો રસ્તો સાફ થઈ જશે, પણ તેમનું બલિદાન લાખો પશુઓ માટે અભયદાન બની ચુક્યું છે. આજે અમદાવાદ શહેર કે ગુજરાતની નવી પેઢી કદાચ ગીતાબેન રાંભિયાને નહીં ઓળખતી હોય, પણ આ એ જ ગીતાબેન હતાં કે જેમણે પોતાના લોહીની આખરી બૂંદ સુધી ગોરક્ષણ માટે સેવા બજાવી અને જીવદયા માટે બલિદાન આપી દીધું.
કોણ હતાં ગીતાબેન ? ગીતાબેન રાંભિયા 90ના દાયકામાં સમગ્ર ગુજરાતમાં ગુજરાતી વાઘણ અને ઝાંસીની રાણી તરીકે જાણીતાં બન્યાં હતાં. ગોવંશ રક્ષણની તેમની ઝુંબેશે જ તેમને ઝાંસીની રાણીનું બિરૂદ અપાવ્યું હતું, પરંતુ 27મી ઑગસ્ટ, 1993ના દિવસે એટલે કે આજથી 20વર્ષ અગાઉ ગીતાબેન રાંભિયાનું અમદાવાદના આંબાવાડી સર્કલ પાસે સરાજાહેર ખૂન કરી દેવામાં આવ્યું. જોકે તેમના મોત બાદ પણ તેમનો ધ્યેયમંત્ર સિદ્ધ કરી રહ્યા છે તેમના પતિ બચુભાઈ રાંભિયા તથા પુત્ર ચૈતન્ય રાંભિયા. ગીતાબેનનું જીવ હત્યા રોકવા માટેનું સેવાકાર્ય આજે તેમનો જીવનધ્યેય બની ચુક્યો છે.
બચુભાઈ રાંભિયા આજથી 20વર્ષ અગાઉ થયેલ તે ભયાનક ઘટનાને આજે પણ યાદ તો કરે છે, પણ ગીતાબેનની શહીદી દર વર્ષે તેમની અંદર નવું જોમ પૂરે છે. પત્નીનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવા માટે તેમણે ગીતાબેનના મોત બાદ તરત જ ગીતાબેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટ તથા ગીતાબેન રાંભિયા પરિવાર ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને ગીતાબેનનાં અધૂરાં કાર્યોને સતત આગળ ધપાવ્યાં. બચુભાઈનું કહેવું છે કે તેમનો પરિવાર જીવ હિંસા રોકવા માટે કોઈ પણ કુર્બાની આપવા તૈયાર છે. આજે ગીતાબેનની 20મી પુણ્યતિથિ છે અને આજે પણ બચુભાઈ અને ચૈતન્ય બંને ગીતાબેનના કાર્યોને આગળ ધપાવી રહ્યા છે.
ગુજરાતીલેક્સિકોન તરફથી તેમની શહાદતને સલામ અને હૃદયપૂવર્ક શ્રદ્ધાંજલિ.
http://gujarati.oneindia.in/features/gitaben-rambhia-fought-until-the-last-drop-of-blood-goraksha-011527.html
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.