ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટેકનૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટેકનૉલૉજીના યુગમાં નવીન ટેકનૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ ઓફલાઇન અને ઓનલાઇન મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરે છે. આ ઍપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના પામેલા તેના વિવિધ શબ્દકોશ વિભાગ, કહેવતો, રૂઢિપ્રયોગ અને અન્ય વિભાગો વગેરેને સરળતાથી ઉપલબ્ધ બનાવ્યા છે. આ ઉપરાંત ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ અને અન્ય વિવિધ રમતો એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ, બ્લેકબેરી અને વિન્ડોઝ ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.