ગુજરાતીલેક્સિકોન હવે લઈ આવ્યું છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઓનલાઇન કોયડા રમત એટલે કે ક્રોસવર્ડ.
અત્યાર સુધી આપણે સૌ સમાચાર પત્રમાં પ્રકાશિત થતા આડી-ઊભી ચાવી એટલેકે ક્રોસવર્ડથી સુપેરે પરિચિત છીએ. હવે એ જ ક્રોસવર્ડની મઝા આપ ઓનલાઇન પણ મેળવી શકો છો. અને જો તે રમવામાં કોઈ પણ મુશ્કેલી અનુભવો તો તે સાથે આપેલ હેલ્પમેન્યુઅલ પણ ચકાસી શકો છો.\
આપ આ ક્રોસવર્ડને વધુ સરળ અને વધુ સરસ બનાવવા માટે આપના સૂચનો અમને મોકલાવી શકો છો.
અને હા… તમને આ ક્રોસવર્ડ રમવામાં મઝા આવી કે નહિ તે જણાવવાનું ભૂલતા નહિ.
તો તૈયાર થઈ જાઓ આ શબ્દ-રમતનો આનંદ મેળવવા માટે અને તમારા મિત્રોને પણ રમાડવાનું ચૂકશો નહિ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ