હું આપ લોકો ને એક નાનકડી કથા સંભળાવું છું. હમણાં જે વિદ્વાન વક્તામહોદયે પ્રવચન પૂર્ણ કર્યું, તેમનાં એ કથન ને આપે સાંભળ્યું કે ‘ આવો, આપણે એક બીજાને ખરાબ કહેવાનું બંધ કરીએ‘, અને તેમને એ વાતનું બહુ દુઃખ છે કે લોકોમાં સદાય આટલો મતભેદ કેમ રહે છે. પરંતુ હું સમઝું છું કે જે કથા હું સંભળાવવાનો છું, તેનાથી આપ લોકોને આ મતભેદ નું કારણ સ્પષ્ટ સમજાઈ જશે. એક કૂવામાં ઘણા વખતથી એક દેડકો રહેતો હતો. તે ત્યાંજ જનમ્યો હતો અને ત્યાંજ તેનું પાલન–પોષણ થયેલું, છતાં પણ તે દેડકો નાનો જ હતો. ધીરે ધીરે આ દેડકો એજ કૂવામાં રહેતાં રહેતાં મોટો અને યુવાન થયો. હવે એક દિવસ એક બીજો દેડકો, જે સમુદ્ર માં રહેતો હતો, ત્યાં આવ્યો અને કૂવામાં પડી ગયો.
“તું ક્યાંથી આવ્યો છે?”
“હું સમુદ્રમાંથી આવ્યો છું.” “સમુદ્ર! ભલા એ કેટલો મોટો છે? શું તે પણ એટલોજ મોટો છે જેટલો મારો કુવો છે?” અને આમ કહેતા કહેતા તેણે કુવાના એક કિનારે થી બીજા કિનારા સુધી છલાંગ મારી. સમુદ્રવાળા દેડકાએ કહ્યું, “મારા મિત્ર! ભલા, સુમદ્રની સરખામણી આ નાનકડા એવા કૂવા શાથે કઈ રીતે કરી શકે છે?” ત્યારે એ કૂવાવાળા દેડકાએ બિજી છલાંગ મારી અને પૂછ્યું, “તો શું તારો સમુદ્ર આવડો મોટો છે?” સમુદ્રવાળા દેડકાએ કહ્યું, “તું કેવી મૂર્ખતાપૂર્ણ વાત કરે છે! શું સમુદ્રની સરખામણી તારા કૂવા શાથે થઈ શકે છે?” હવે તો કૂવાવાળા દેડકાએ કહ્યું, “જા, જા! મારા કુવાથી વધીને અન્ય કશું હોયજ ના શકે. સંસાર માં આનાથી મોટું કશુંજ નથી! જુઠાડો? અરે, અરે આને બહાર કાઢી મૂકો”
આ જ કઠણાય સદાય રહી છે.
હું હિન્દુ છું. હું મારા ક્ષુદ્ર કૂવામાં બેઠો એમજ સમજું છું કે મારો કૂવો જ સંપૂર્ણ સંસાર છે. ઈસાઈ પણ પોતાના ક્ષુદ્ર કૂવામાં બેસી એ જ સમજે છે કે આખોય સંસાર તે કૂવામાંજ છે. અને મુસલમાન પણ પોતાના ક્ષુદ્ર કૂવામાં બેઠો બેઠો તેને જ સંપૂર્ણ બ્રહ્માંડ માને છે. હું આપ અમેરિકાવાળાઓને ધન્ય કહું છું, કારણકે આપ અમારા લોકોનાં આ નાના નાના સંસારોની ક્ષુદ્ર સીમાઓને તોડવાનો મહાન પ્રયત્ન કરી રહ્યા છો, અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં પરમાત્મા આપને આ પ્રયત્નોમાં સહાય કરી આપની મનોકામના પૂર્ણ કરે.સા
સાભાર : WikiSource
ક્ષુદ્ર – તુચ્છ, પામર, હલકું. (૨) તુચ્છ સ્વભાવનું, નીચ. (૩) કૃપણ, દરિદ્ર. (૪) આકારમાં નાનું, ઝીણું, બારીક
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.