રોની અને તેનો પરિવાર તાપી નદીને કિનારે જંગલ વિસ્તારમાં ખેરપરા ગામમાં રહેતો હતો. રોનીના પિતાએ ગામમાં એક નાનકડું સસલાંઘર બનાવ્યું હતું. તેમની પાસે પંદર જેટલાં સસલાં હતાં. આ સસલાં રોનીને તથા તેના દોસ્તને ખૂબ જ પ્રિય હતાં. ધીમે ધીમે ખેરપરાના લોકોને પણ સસલાં ગમવા લાગ્યાં હતાં. સસલાં ગામ અને તેની આસપાસ આરામથી રહેતાં હતાં. જંગલ વિસ્તારમાં પણ સસલાંની સંખ્યા સતત ઘટતી જતી હોવાથી રોની તથા ગામના લોકો તેમનું ધ્યાન રાખતા. જોકે, તેમ છતાં સસલાંની સંખ્યા ઘટી રહી હતી. એક દિવસ રોનીના પપ્પાના એક મિત્ર જે કચ્છ નજીક રણવિસ્તારમાં રહેતા હતા તે તેમના ઘરે આવ્યા. તેમને સસલાં ખૂબ જ ગમી ગયાં. તેમના વિસ્તારમાં તો સસલાં હતાં જ નહીં એટલે જો એકાદ-બે જોડ સસલાં અહીંથી ત્યાં લઈ જવાય તો ત્યાં પણ આવું નાનકડું સસલાગૃહ શરૂ કરી શકાય તેમ તેમને લાગ્યું. તેમણે રોનીના પપ્પાને બે જોડી સસલાં આપવા માટે વિનંતી કરી.
બે જોડ સસલાં પરગામ મોકલવાનો વિચાર રોનીના પપ્પાને ગમ્યો, પણ સસલાં રોનીને ખૂબ જ પ્રિય હતાં એટલે તેણે અંકલની સસલાંની માંગણીનો વિરોધ કર્યો. રોનીના પિતા અને તેમના મિત્રને તેને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ તેને માટે સસલાં જીવ જેવા વહાલાં હતાં એટલે તે કોઈ કાળે માનવા તૈયાર ન થયો. ધીમે ધીમે સસલાંની વાત આખા ગામમાં પ્રસરી ગઈ. ગામના લોકોએ પણ બે જોડી સસલાંને કચ્છ મોકલવાનો વિરોધ કર્યો. આપણા ગામના વાતાવરણથી ટેવાયેલાં સસલાં ત્યાં નહીં જીવી શકે તેવી લોકોની દલીલ પણ વાજબી હતી. રોનીના પપ્પાએ લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ સસલાં સાથે લાગણીના સંબંધથી જોડાયેલા લોકોએ તેમની તમામ દલીલ ફગાવી દીધી. કેટલાય વાદવિવાદ પછી માંડ રોનીના પપ્પાના મિત્રને સસલાંની એક જોડ આપવામાં આવી. રોનીના પપ્પાએ સસલાંની સંભાળ માટે જરૂરી સૂચનાઓ પણ આપી.
આ વાતને ઘણો વખત થઈ ગયો. હવે બન્યું એવું કે પાણીની અછત અને એક ચેપી રોગ ફેલાતાં ધીમે ધીમે ખેરપરા ગામનાં તમામ સસલાંઓનું મોત થયું. ગામમાં એક પણ સસલું ન બચ્યું. રોની અને ગામના લોકો જાણે કે સસલાં વગર સાવ એકલા થઈ ગયા. એવામાં એક દિવસ કચ્છના રોનીના પપ્પાના પેલા મિત્ર ગામમાં આવ્યા. તેમણે કહ્યું, ”પહેલાં અમારી પાસે સસલાં ન હતાં અને તમારી પાસે હતાં. આ લો, તમે આપેલ એક જોડ સસલાંના બદલામાં હું તમારા માટે આ ચાર જોડ સસલાં લાવ્યું છું, પણ સાચવજો હોં કે, કેમ કે આ સસલાંઓ હવે અમારા ગામના વાતાવરણથી ટેવાયેલાં છે.
બોધ : કોઈ પણ મુદ્દે સંવેદના અને લાગણીની સાથે સાથે સમજદારી અને દૂરંદેશીથી વિચાર કરવો જોઈએ.
source : sandeshsamachar
આરામ – થાક ખાવો એ, નિરાંત, રાહત, વિશ્રામ. (૨) શાંતિ, સુખરૂપતા. (૩) દુ:ખ, માંદગી વગેરેમાંથી મુક્તિ
રણ – યુદ્ધ, સંગ્રામ, લડાઈ, જંગ
સંભાળ – જતન, કાળજી. (૨) દેખરેખ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં