ભારત દેશના સર્વોચ્ચ નાગરિકને ભારત રત્ન પુરસ્કાર સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ના સમયના રાષ્ટ્રપતિ શ્રી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઈ પદવી લખતા નથી. શરૂઆતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઈ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઈ ૧૯૫૫માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યક્તિઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્યો છે.
આ પુરસ્કારો ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતા પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે, જેમકે કલા, ,શિક્ષણ ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકૂદ, સમાજસેવા વગેરે. અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ ગણના થાય છે. સરકારી કર્મચારીને પણ આ ઍવૉર્ડનો લાભ મળે છે.
આ ઍવૉર્ડ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ ‘જ્ઞાન’ અને ‘પીઠ’ પરથી રાખવામાં આવ્યું છે. આ ઍવૉર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.
સિનેમાની ફિલ્મ સંબંધિત શ્રેષ્ઠ ફિચર ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને નેશનલ ફિલ્મ ઍવૉર્ડ આપવામાં આવે છે.
વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આર્યભટ્ટ ઍવૉર્ડ આપવામાં આવે છે
ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ ઍવૉર્ડ આપવામાં આવે છે. આ ઍવૉર્ડનું નામ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા ‘દાદાસાહેબ ફાળકે’ના નામ પરથી પડ્યું છે. જેઓની પ્રથમ ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” હતી.
વિજ્ઞાન અને ટેકનૉલૉજી ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરનારને આ ઍવૉર્ડ આપવામાં આવે છે.
જમનાલાલ બજાજ ટ્રસ્ટ દ્વારા સમાજસેવા માટે આ ઍવૉર્ડ આપવામાં આવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી જેમને પોતાના પાંચમા પુત્ર ગણતા તેવા શ્રી જમનાલાલ બજાજ આપણા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા. બજાજ ઔદ્યોગિક ગૃહ દ્વારા તેમની સ્મૃતિમાં જમનાલાલ બજાજ પ્રતિષ્ઠાન સ્થાપવામાં આવ્યું છે. રચનાત્મક ક્ષેત્રે સેવાઓ આપનાર સામાજિક કાર્યકરને કે સંસ્થાને અને ગ્રામવિસ્તારમાં-વિજ્ઞાનના વ્યવહારિક પ્રયોજનને લાગતું પાયાનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કે સંસ્થાને એમ બે પ્રકારના પુરસ્કાર આપવામાં આવે છે.
વર્ષ દરમિયાન રમતગમતના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને આ ઍવૉર્ડ આપવામાં આવે છે. દેશના શ્રેષ્ઠ ખિલાડીને અર્જુન ઍવૉર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવે છે. આ ઍવૉર્ડ ઈ.સ. 1961થી આપવામાં આવે છે અને ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકોને દ્રોણાચાર્ય ઍવૉર્ડ આપવાની શરૂઆત ઈ.સ. 1985થી કરવામાં આવી છે.
તબીબી ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરનારને આ ઍવૉર્ડ અપાય છે.
આગાખાન ઍવૉર્ડ આર્કિટેક્ચર માટેનો હોય છે, જેથી શ્રેષ્ઠ આર્કિટેકને આ ઍવૉર્ડ આપવામાં આવે છે.
કોરોમંડલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તરફથી કૃષિ વૈજ્ઞાનિકને અપાતો વિશિષ્ટ ઍવૉર્ડ છે.
સરકારી કર્મચારી જે કોઈ અત્યંત વિશિષ્ટ પ્રકારની કામગીરી બજાવી હોય તેવી વ્યક્તિને આપવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતા યુદ્ધના સમય માટેના વિવિધ ઉચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવે છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં છે.
ભારત સરકારના શ્રમ ખાતા તરફથી આ ઍવૉર્ડ આપવામાં આવે છે. ઇ.સ. 1984થી આરંભ કરવામાં આવ્યો છે. આ ઍવૉર્ડ દ્વારા શ્રમજીવીઓનું સન્માન કરવામાં આવે છે.
આમ, ભારત દેશમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને વિવિધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં