ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.
મહાન નેતા એટલે ગાંધીજીનો જન્મ ઈ.સ. 1869 ની ઓક્ટોબરની બીજી તારીખે થયો હતો. આખો દેશ 2જી ઓક્ટોબરને ”ગાંધી જયંતી” તરીકે ઉજવે છે.
તેમના જીવનકાળ દરમ્યાન તેમણે ઘણાં મહાન કાર્યો કર્યાં છે. જેમકે, મીઠાના કાયદાનો ભંગ કરવા તેમણે સત્યાગ્રહ કર્યો, જે “દાંડીકૂચ” તરીકે ઓળખાય છે.
કાળા-ગોરાની નીતિનો ખુલાસો અને તેની રંગભેદની નીતિને જડ મૂળમાંથી ઉખેડી દેવા દૃઢ નિર્ધાર કર્યો. અને ત્યાંના મતાધિકાર રદ કરવાના વિરોધમાં આફ્રિકામાં “નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ”ની સ્થાપના કરી.
બીજું વિશ્વયુદ્ધ હોય કે ભારતના ભાગલા તેમાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
ગાંધીજીનું વ્યક્તિત્વ જ અનોખું હતું. ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં તેમના વ્યક્તિત્વની ઊંડી છાપ ઉપસી છે. તેમણે તેમના જીવનચરિત્ર પર “સત્યના પ્રયોગો” આત્મકથા લખી છે જે ઉત્તમ આત્મકથા તરીકે પંકાઈ છે.
આજે પણ ભારતના લોકો “ગાંધી જયંતી” ઘણા ઉત્સાહથી ઉજવે છે, જેમ કે, ગાંધીનગરમાં શહેરની સાંસ્કૃતિક ઓળખ ઊભી કરવા પ્રયત્નશીલ સંસ્થા કલા ગુર્જરી દ્વારા મહાત્મા ગાંધીજીને ગમતાં ગીતોના કાર્યક્રમ “પીડ પરાઇ જાણે રે…”નું અનોખું આયોજન કરીને ગાંધીજીની ૧૪૪મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે.
ગાંધીજીના જીવનની તસવીરી ઝલક નીચે આપેલી લિંક પરથી જોઈ શકશો.
Last paragraph Source : www. Divyabhaskar.co.in
ચળવળ – lamour and confusion arising through impatience; agitation; movement; activity; commotion
ભંગ – fortune, lack; good luck; aggregate of the following six qualities, viz. hole; pudendum muliebre;
નિર્ધાર – determination; decision.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.