Gujaratilexicon

Happy Doctor’s Day

July 01 2014
Gujaratilexicon


આજે 1 જૂલાઈ ‘ડોક્ટર્સ ડે’. ભારતમાં ૧૯૯૧માં પ્રથમ ડોક્ટર્સ ડે ઉજવાયો હતો. પશ્વિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન ડો. બિધાનચંદ્ર રોય એક ચિકિત્સક હતા અને તેની પુણ્યતિથિએ આપણે ત્યાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરાય છે. ભારત જેવા દેશમાં વિકસતી સ્વાસ્થ્ય સેવાઓના વધુ વિકાસ માટે ડોક્ટર્સ ડેની ઊજવણી કદાચ વધારે મહત્ત્વ ધરાવે છે અને વિશ્વમાં સૌપ્રથમ ડોક્ટર ડેની ઊજવણી ૧૯૩૩માં અમેરિકાના ર્જ્યોજિયામાં કરવામાં આવી હતી.
આપણે ત્યાં ડોક્ટરની તુલના ભગવાન સાથે કરવામાં આવે જ છે. કેમ કે, બીમારી વખતે દર્દીની જિંદગી ડોક્ટરના હાથમાં હોય છે. માણસ જ્યારે બીમાર પડે ત્યારે તેની એક માત્ર આશા ડોક્ટર હોય છે. માણસ પોતાની કટોકટીની પળો વખતે પોતાના સ્વજનો કરતા પણ વધુ ભરોસો ડોક્ટર પર મૂકે છે. ડોક્ટર જે સૂચના આપે તેનું અક્ષરસઃ પાલન પણ કરે છે અને તેની આપેલી દવાઓ એક પણ પ્રકારની દલીલ વગર કે સંદેહ વિના ગળી જાય છે. તબીબોનું સ્થાન ઈશ્વર સમાન છે.
દર્દથી પીડાતો, રીબાતો, મુંઝાતો માનવી તબીબ પાસે સારવાર મેળવે અને પછી સ્વસ્થ બને ત્યારે તબીબ ઉપર ઇશ્વરના આશીર્વાદ મળે. દરેક તબીબ માટે પણ તેના દર્દીથી વધીને કોઇ નથી હોતું. તબીબોનું જીવન અતિ વ્યસ્ત અને સંવેદનાઓથી ભરપૂર રહે છે

ગુજરાતીલેક્સિકોન તરફથી દરેક ડોક્ટરને શુભેચ્છાઓ

-From Google

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects