આપણે સૌ ઘણાં સમય પહેલાં જ્યારે નેટ જગત આટલું વિકસિત ન હતું ત્યારે પત્ર કે ફોન દ્વારા આપણાં સગાં-સંબંધી, મિત્રવર્તુળના ખબરઅંતર પૂછતાં હતા. આજના અત્યાધુનિક જમાનામાં નેટ જગત વિકસિત થયું છે ત્યારે આજે લોકોના કમ્પ્યૂટરમાં તદુપરાંત મોબાઇલ, ટેબલેટ અને આઇપેડ જેવા ઉપકરણોમાં ઇન્ટરનેટની સુવિધા જોવા મળે છે. આ સુવિધાની ખાસ ઉપયોગિતા એ છે કે ગણતરીની સેકન્ડમાં જ આપણે વિશ્વભરમાં બનેલ કોઈ પણ ઘટનાની માહિતી મોબાઇલ, કમ્પ્યૂટર વગેરેમાં ફેસબુક, ટ્વિટર જેવી એપ્લિકેશન દ્બારા જાણી શકીએ છીએ. હવે સમય આવી ગયો છે કે આજે આ સુવિધાનો લાભ લઈ આપણે આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષાને વધુ સજ્જ અને લોકોપયોગી બનાવીએ.
ચાલો ત્યારે, ગુજરાતી ભાષા સંબંધિત રોજની અવનવી માહિતીનો લાભ લેવા માટે ગુજરાતીલેક્સિકોનના ફેસબુક પેજ, ટ્વિટરની મુલાકાત લઈએ.
ગુજરાતીલેક્સિકોનના ફેસબુક પેજ, ટ્વિટરની થોડી માહિતી નીચે પ્રમાણે છે.
આજે ગુજરાતીલેક્સિકોનના ફેસબુક એકાઉન્ટમાં ત્રણ અલગ અલગ જૂથ સક્રિય છે.
1. ગુજરાતીલેક્સિકોન વેબ
2. ગુજરાતીલેક્સિકોનનું પસંદગી પેજ
3. ગુજરાતીલેક્સિકોન ગ્રુપ
ગુજરાતીલેક્સિકોન વેબ અને ગ્રુપમાં 1000 થી વધુ સભ્યો છે. જ્યારે ગુજરાતીલેક્સિકોનના પેજને 1500 જેટલાં લોકોએ પસંદ કર્યું છે.
ઉદાહરણ : ફેસબુક પેજમાં કરેલ પોસ્ટ અને તેની મુલાકાતીઓની સંખ્યાનો અઠવાડિક ગ્રાફ નીચે પ્રમાણે જોઈ શકો છો.
ચાલો ત્યારે, રોજની ગુજરાતી ભાષા સંબંધિત માહિતી જાણવા માટે આવો, જોડાવ અને જાણો :
https://www.facebook.com/gujaratilexicon?ref=tn_tnmn
ગુજરાતીલેક્સિકોનના ટ્વિટરમાં પણ 201 જેટલી ટ્વિટ જોવા મળશે અને તે પણ ગુજરાતી ભાષાને સંબંધિત જેમ કે, આજનો શબ્દ, આજનો સુવિચાર, આજની ક્વિક ક્વિઝ વગેરે ગુજરાતીમાં.
ચાલો ત્યારે, આપેલી લિંક પર ક્લિક કરીને ગુજરાતીલેક્સિકોન ટ્વિટરના સભ્ય બનો અને નવી માહિતી જાણો:
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ